વિશ્વમાં કોરોના મહામારી ને કારણે ઘણા બાળકોએ પોતાના મા બાપ તેમજ માં અથવા બાપ ગુમાવી નિરાધાર બન્યા ત્યારે ગુજરાત સરકાર દ્વારા 0 થી ૧૮ વર્ષના બાળકો માટે નવી નવી યોજનાઓ અમલમાં લઈ આવી સંવેદનશીલતા દર્શાવી છે. જે અંતર્ગત ખાસ કરીને મુખ્યમંત્રી બાળ સેવા યોજના જેમાં જે બાળકોએ એક વાલી ગુમાવેલ હોય તેને 2000ની સહાય તેમજ બને માતાપિતા ગુમાવેલ હોય અને નિરાધાર બનેલ બાળકોને અભ્યાસ હેતુસર દર માસે 4000 રૂપિયા બાળકના એકાઉન્ટમાં સીધા જમા કરવામાં આવે છે.
નિરાધાર અને અનાથ થયેલા બાળકો ને સરકાર દ્વારા તો મદદરૂપ બને જ છે સાથે સાથે ઘણી ખરી નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇસન દ્વારા પણ આવા બાળકોને મદદરૂપ બનવા માટે આગળ આવી છે.
જૂનાગઢ જિલ્લામાં હાલ કોરોના ને કારણે નિરાધાર બાળકોને જિલ્લા બાળ સુરક્ષા એકમ જુનાગઢ ના સંકલનથી કડવા પટેલ સમાજ નોર્થ અમેરિકા દ્વારા દરેક બાળકોને વિનામૂલ્ય સાયકલ આપવામાં આવી હતી.તેમજ કે .જે મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જુનાગઢ ના ચેરમેન ભાવિનભાઈ છત્રાડા દ્વારા જૂનાગઢ જિલ્લાના કોરોના ને કારણે જે બાળકો નિરાધાર બનેલ છે તે તમામ બાળકો જ્યાં સુધી ૨૪ વર્ષ પૂર્ણ ન કરે ત્યાં સુધી બાળકોનો તમામ પ્રકારની તબીબી સારવાર વિના મૂલ્યે આપવા માટે પોતાની હોસ્પિટલ એ સહમતી આપી હતી સાથે સાથે કે.જે હોસ્પીટલ દ્વારા તમામ બાળકોને પ્રાથમિક સુવિધા વાળી કીટ પણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય સ્થાને માનનીય આર. એમ. તન્ના મ્યુનિસિપલ કમિશનર તથા આર. એસ ઉપાધ્યાય જિલ્લા શિક્ષણાધિકારી ગીતાબેન માલમ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ ચેરપર્સન તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એન.એમ. પુરોહિત જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.સી. મહિડા કે જે મલ્ટીસ્પેશ્યાલીટી ના ચેરમેન ભાવિનભાઈ છત્રાળા કડવા પટેલ સમાજ નોર્થ અમેરિકા ના પ્રતિનીધીઓ પરબત લક્ષ્મણ પટેલ સમાજના કિશોરભાઈ હદવાણી પ્રમુખ તેમજ મુકુંદભાઈ એચ હિરપરા મંત્રીશ્રી સાથે જૂનાગઢ જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી પધારેલ બાળકો અને તેના વાલી હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકો અને તેના વાલીઓને નાસ્તો કરાવી ને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.