Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા યુધ્ધના ધોરણે કામગીરી શરૂ

  • અસરગ્રસ્ત થયેલા 84 ગામો પૈકીના 60 ગામોમાં વીજપુરવઠો કાર્યાન્વિત કરાયો:બાકી રહેલા 24 ગામોમાં આજ સાંજ સુધીમાં શરૂ થશે .૪૬ ટીમો દ્વારા ૪૮૮ જેટલા વીજ પોલ ઊભા કરી વીજ પુરવઠો પૂર્વવત કરવાનું આયોજન
  • જામનગર તા.૧૫ સપ્ટેમ્બર, જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિજ પોલ, ફિડર તથા ટ્રાન્સમીટરને નુકશાન થવા પામેલ છે. જેના કારણે જિલ્લાના ૮૪ જેટલા ગામોમાં વિજ પુરવઠાને અસર થયેલ છે ત્યારે આ તમામ ગામોમાં તાત્કાલીક અસરથી વિજ પુરવઠો પુર્વવત થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અતિવૃષ્ટિ સંદર્ભે જામનગર ખાતેની મુલાકાત વેળાએ પી.જી.વી.સી.એલ.ના અધિકારીશ્રી ડો.ડી.બી.વ્યાસ મેનેજિંગ ડાયરેક્ટર, શ્રી જે.જે.ગાંધી મુખ્ય ઈજનેર અને પીજીવીસીએલ તથા જેટકોના અન્ય અધિકારીઓએ સાથે બેઠક કરી યુધ્ધના ધોરણે આ તમામ ગામોમાં વીજ પુરવઠો ચાલુ થાય તે માટે કાર્યવાહી કરવા જણાવેલ.
  • આ બાબતે પી.જી.વી.સી.એલ.ના અધીક્ષક ઈજનેરશ્રી સી.કે.પટેલે જણાવ્યું હતુ કે, જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓના કુલ ૮૪ ગામોમાં ભારે વરસાદને કારણે વિજ પુરવઠો ખોરવાયેલ જેમાના ૮૪ ગામો પૈકી ૬૦ ગામોમાં અત્યાર સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવેલ છે અને બાકી રહેલ અન્ય ૨૪ ગામોમાં આજ સાંજ સુધીમાં વિજ પુરવઠો કાર્યરત કરવા અંગે પી.જી.વી.સી.એલ. દ્વારા યુધ્ધના ધોરણે ૪૬ કોન્ટ્રાકટરોની ટીમો કામે લગાવી અને ૪૮૮ જેટલા વીજ પોલ ઊભા કરી વીજ પુરવઠો પૂર્વવત કરવાનું આયોજન હાથ ધરાયેલ છે.

Related posts

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ થયું

samaysandeshnews

અમદાવાદ: વલસાડ જિલ્લામાં પારનેરા ડુંગર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ

samaysandeshnews

ખેતીવાડી: જામનગર જિલ્લાના ખેડૂતો માટે મગફળીના પાકમાં સફેદ ઘૈણનો ઉપદ્રવ અટકાવવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

cradmin

Leave a Comment

error: Content is protected !!