Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝરાજકોટ

રાજકોટ જિલ્લા ના ધોરાજી ગામમાં વરસાદ ને કારણે અનેક વિસ્તારોમાં રસ્તા પર ખાડા ખબડા પડી જવાને કારણે લોકો ત્રાહિમામ

રાજકોટ જિલ્લાના ધોરાજી માં વરસાદ બાદ અનેક વિસ્તારો માં રસ્તાઓ પર ગાબડાં પડી જવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે અને રસ્તા રિપેર કરવાની જગ્યાએ માટી દ્વારા ખાડા બુર વા ની કામગીરી કરવામાં આવતા લોકો માં રોષ છે અને ધોરાજી ના જેતપુર રોડ પર વેપારીઓ અને રાહદારીઓ એ વિવિધ પોસ્ટર મારી અને સૂત્રોચાર કરી અને સરકાર સમક્ષ રોષ વ્યક્ત કર્યો છે.

ધોરાજીમાં વરસાદ બાદ શહેરના અનેક મુખ્ય રોડ રસ્તાઓનું ધોવાણ થયું છે ધોરાજી શહેરના જમનાવડ રોડ જુનાગઢ રોડ અને જેતપુર રોડ સહિત ગેલેકસી ચોક પોસ્ટ ઓફિસ ચોક સહિતના વિવિધ વિસ્તારોની અંદર માં રસ્તા પર ગાબડા પડયા જે અને વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાહનચાલકો નું કહેવું છે કે રસ્તા એટલી હદે ખરાબ છે કે વાહન માં મેન્ટેનન્સ બમણું થઇ ગયું છે રસ્તા પર વાહન લઇને ચાલી શકાય તેવી સ્થિતિ નથી તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં આર એન બી વિભાગ ના હસ્તક આ રોડ આવેલો છે પરંતુ અધિકારીઓ દ્વારા રોડ રસ્તા પુરવાની કામગીરી સમયે ખાડામાં માત્ર ને માત્ર માટી નાખી અને રસ્તા રીપેર કરવામાં આવી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોની પરેશાનીમાં બમણો વધારો થયો છે અને વાહનો પૂછવાના અને સ્લીપ થવાના પણ બનાવ બની રહ્યા છે ત્યારે ધોરાજીના સ્થાનિકો અને વાહન ચાલકો રાહદારીઓ માં રોડ રસ્તા મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ધોરાજી ના વેપારીઓ નું કેહવુ છે કે રસ્તાઓ એટલી હદે ખરાબ છે કે વાહન લઈ ને નીકળવું મુશ્કેલ છે ખાસ કરી ને અહીંયાથી વિદ્યાર્થીઓ ની અવર જવર વધુ થતી હોઈ જેને લઇ અને વિદ્યાર્થીઓ પણ આ ખાડામાં પડી જાય છે અહીંયા થી રસ્તો પસાર કરવામાં પહેલા 10 મિનિટ લાગતી હતી હવે 25 મિનિટ લાગે છે પરંતુ તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નથી.

રોડ રસ્તા બાબતે ધોરાજી ના સ્થાનિકો અને વેપારીઓ દ્વારા જેતપુર રોડ પર પોસ્ટર લગાવી અને તંત્ર ને જગાડવા નો પ્રયાસ કર્યો છે અને રસ્તા પર આવી અને સૂત્રોચાર કરી અને રોષ વ્યક્ત કરેલ હતોધોરાજી ભાજપ ના આગેવાનો એ પણ લોકો ને સારા એવા રોડ રસ્તા મલી રહે માટે ઉચ કક્ષા એ રજૂઆત કરી છે ખુદ ભાજપ ના આગેવાનો એ પણ સ્વીકાર્યું કે આર એન બી ના હસ્તક આવેલ રોડ રસ્તા ની હાલત ખરાબ છે ખુદ ભાજપ ના આગેવાનો એ પણ સ્વીકાર્યું કે વારંવાર રોડ રસ્તા તૂટી જાય છે
વિઠ્ઠલ હીરપરા ધોરાજી શહેર ભાજપ મંત્રી એ ઉચ કક્ષા એ રસ્તા ની મરામત માટે રજૂઆત કરી છે અને ટૂંક સમય માં રસ્તા નું કામ શરૂ થાઈ જશે એવી ખાતરી પણ આપી છે.

ધોરાજી કોંગ્રેસ આગેવાન નું આક્ષેપ છે કે ધોરાજી માં રોડ રસ્તા રિપેર કરવામાં આવતા નથી આર એન બી વિભાગ હસ્તક ના જે રસ્તાઓ છે જેની હાલત અત્યંત બિસ્માર છે આર એન બી વિભાગ દ્વારા રસ્તા રિપેર કરવામાં આવે છે પણ માટે નાખી અને ખાડા બર્વામાં આવે છે જેના કારણે વાહન ખૂચવાના બનાવ પણ બની રહ્યા છે.રોડ રસ્તા બાબતે ભાજપ કોંગ્રેસ ના નેતાઓ પોતાના નિવેદન આપી રહ્યા છે પરંતુ હવે લોકો ને ચાલવા લાયક રોડ ક્યારે મળશે એ વાત પર લોકો મીટ માંડી ને બેઠા છે

Related posts

પાટણ : પાટણ જિલ્લામાંથી ચોરાયેલા રૂ.6 લાખના કુલ 33 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

cradmin

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં સારા વરસાદથી કૃષિ વાવેતરમાં થયો વધારો, શેનું થયું સૌથી વધુ વાવેતર?

cradmin

ધાંગધ્રા નરાળી ગામ માં બોગસ ડોકટરની ધમધમતી હાટડી સ્ટિંગ ઓપરેશનમાં ડોક્ટર થયો કેમેરામાં કેદ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!