જે રીતે હવામાન વિભાગ તરફથી ચેતવણીઓ અને બુલેટીન મળી રહ્યા છે.વરસાદ એલર્ટના પગલે રેસ્કયુ ટીમ તૈનાત અને તેને પગલે દરિયાઈ પટ્ટી ધરાવતો જામનગર જીલ્લાનું વહીવટીતંત્ર પણ કલેકટર ડો.સૌરભ પારધીના સીધા માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ સાબદું છે, અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતા સૂચનો અને વરસાદની દરેક મુમેન્ટ પર નજર રાખી નીચાણવાળા વિસ્તારોને સમયાંતરે એલર્ટ કરવામાં આવી રહ્યા છે. કલેકટર ડો.સૌરભ પારઘીના જણાવ્યાનુસાર ખરાબ હવામાનને પગલે દરિયામાં ગયેલ માછીમારીની બોટોને પરત આવી જવા સૂચનાઓ આપી દેવામાં આવી છે અને મોટાભાગની બોટો પરત આવી ચુકી છે.
વરસાદ એલર્ટના પગલે રેસ્કયુ ટીમ તૈનાત કરવામાં આવી અને 1 NDRF અને 2 SDRF ની ટીમ સ્ટેન્ડ બાદ મુકવામા આવી..જીલ્લાના 25 પૈકી 23 ડેમ ઓવરફલો થતા નિચાણવારા વિરતારોમા એલર્ટ.વધુ વરસાદ પડે આફત સર્જી શકે તે માટે જિલ્લામા 3 ટીમ તેમજ ફાયર રેસ્ક્યુ ની ટીમ તૈનાત.