Latest News
મનગર રિલાયન્સ GGH કેમ્પસ પર મેગા મોકડ્રિલ : જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રની સૌથી મોટી તૈયારીની કસોટી – જીવ-માલના રક્ષણ માટે 360° રેસ્પોન્સ સિસ્ટમનું પ્રદર્શન ગુજરાતમાં શિયાળાનો ચમકારો : દાહોદ ૧૦.૬°C સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર, માઉન્ટ આબુમાં -૨°C સુધી તાપમાન નીચે ઉતર્યું; બેવડી ઋતુનો અનુભવ વધતા જનજીવન પર પડ્યો પ્રભાવ સૌરાષ્ટ્રને નવી ઉડાન આપતો વિકાસપુલ : સાત રસ્તેથી રાજ્યના મુખ્યમંત્રી કરશે સૌથી લાંબા ફ્લાયઓવરનું ભવ્ય લોકાર્પણ જાણો, તા. ર૧ નવેમ્બર, શુક્રવાર અને માગશર સુદ એકમનું રાશિફળ “ભારત–અમેરિકા રક્ષા સહયોગનું નવું અધ્યાય : 777 કરોડની હથિયાર ડીલથી ભારતની સેનાની આગ્રીમ ક્ષમતા વધશે” રાજ્ય મહેસૂલ વિભાગમાં મોટાપાયે પ્રશાસનિક હલચલ – ૩૯ મામલતદારોની બદલી સાથે અનેક જિલ્લાના વ્યવસ્થાપનમાં નવો ચહેરો

જાણો, તા. ર૧ નવેમ્બર, શુક્રવાર અને માગશર સુદ એકમનું રાશિફળ

મીન સહિત બે રાશિના જાતકોને આવડત-અનુભવથી કામનો ઉકેલ આવે. અન્યનો સાથ-સહકાર મળે

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. વાદ-વિવાદ,  ગેરસમજથી દૂર રહેવું.

શુભ રંગઃ જાંબલી – શુભ અંકઃ ૫-૮

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામમાં અન્યનો સાથ-સહકાર મળી રહે. રાજકીય-સરકારી કામ અંંગે મિલન-મુલાકાત  થવાની શક્યતા રહે.

શુભ રંગઃ પીળો – શુભ અંકઃ ૬-૯

Gemini (મિથુન: ક-છ-ધ)

નાણાકિય રોકાણ-વ્યવહારના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને  ચિંતા રહે.

શુભ રંગઃ લીલો – શુભ અંકઃ ૮-૪

Cancer (કર્ક: ડ-હ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામ અંગેની  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ વાદળી – શુભ અંકઃ ૨-૬

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યની સાથે વ્યાહવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો સહકાર મળી રહેતા આપને  રાહત રહે.

શુભ રંગઃ સફેદ – શુભ અંકઃ ૩-૧

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામમાં સરળતા જણાય. સિઝનલ ધંધામાં અચાનક ઘરાકી આવી જાય. સંતાનના કામનો ઉકેલ  આવે.

શુભ રંગઃ ગુલાબી – શુભ અંકઃ ૮-૫

Libra (તુલા: ર-ત)

આપે રાજકિય-સરકારી, ખાતાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. કામમાં રૂકાવટ જણાય. ઉચાટ-ઉદ્વેગ  રહે.

શુભ રંગઃ મરૂન – શુભ અંકઃ ૪-૯

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી આનંદ અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ  કરવી નહીં.

શુભ રંગઃ ક્રીમ – શુભ અંકઃ ૬-૫

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. પરંતુ કામનો ઉકેલ  આવે.

શુભ રંગઃ બ્રાઉન – શુભ અંકઃ ૪-૮

Capricorn (મકર: ખ-જ)

આપના કામમાં સહકાર્યવર્ગ, નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. આયત-નિકાસના કામમાં  સરળતા રહે.

શુભ રંગઃ ગ્રે – શુભ અંકઃ ૩-૯

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ જણાય નહીં. માતૃપક્ષે બીમારીનું આવરણ  આવે.

શુભ રંગઃ બ્લુ – શુભ અંકઃ ૮-૩

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપની બુદ્ધિ-મહેનત-અનુભવથી કામનો ઉકેલ આવે. પ્રગતિ કરી શકો. પરંતુ વાણીની સંયમતા રાખી  કામ કરો.

શુભ રંગઃ લાલ – શુભ અંકઃ ૨-૪

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાજકોટમાં વિકાસનો મહોત્સવ: ૨૨ નવેમ્બરે મુખ્યમંત્રીનાં હસ્તે રૂ. ૫૪૭ કરોડના મેટ્રો–સિટી લેવલ વિકાસકાર્યોનું લોકાર્પણ–ખાતમુહૂર્ત; ૭૦૯ આવાસનો ડ્રો અને ‘યશોગાથા’ ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ થશે વિશેષ સમારંભમાં

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?