ટીવી દુનિયાની લોકપ્રિય ધારાવાહિક સિરિયલ ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું દુ:ખદ નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ 86 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે.અરવિંદ ત્રિવેદીએ 300 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. અરવિંદ ત્રિવેદી અનેક લોકોના દિલમાં રાજ કરતા હતા. તેમની ભૂમિકા લોકોને ખુબ જ પસંદ પડતી હતી.