Samay Sandesh News
ગુજરાતજામનગર

સાંસ્કૃતિક વારસાના જતન માટે મહાનગરપાલિકા કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં કૃતિ રજુ કરવા ઇચ્છતા કલાકારો પાસે અરજીઓને અરજી કરવા અનુરોધ

જામનગર તા. ૧૨ ઓકટોબર, ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ ક્લીન ઇન્ડિયા અન્વયે રાજ્યના સાંસ્કૃતિક વારસાના જતન માટે મહાનગરપાલિકા કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ તા.૨૪/૧૦/૨૦૨૧ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે લાખોટા તળાવનાં ઓપન થિયેટર ખાતે યોજાનાર છે.

જેમાં પોતાની સાંસ્કૃતિક કૃતિ રજુ કરવા ઈચ્છતા કલાકારો તેમજ કલા-સાંસ્કૃતિક સંસ્થાઓ પોતાની વિગત સાથેની અરજી તા.૨૦/૧૦/૨૦૨૧ સુધીમાં જીલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં-૪૨-૪૩, રાજપાર્ક પાસે, જામનગર ખાતે પહોંચાડવા તેમજ સમયમર્યાદા બાદ અરજી માન્ય ગણાશે નહિ તેની નોંધ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

Related posts

ટેકનોલોજી: PM મોદી આજે 11 રાજ્યોમાં 9 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે

cradmin

નર્મદા : રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

cradmin

જામનગર : જામનગરમાં અંધઆશ્રમ આવાસ કોલોની વિસ્તારમાંથી એલસીબી ની ટીમે કુટણખાનું ઝડપી પાડ્યું

cradmin

Leave a Comment

error: Content is protected !!