Samay Sandesh News
ગુજરાતજામનગર

આજરોજ જામનગર શહેર/જિલ્લા કૉંગસ સમિતિ ના દ્વારા જામનગર લાલ બંગલા સર્કલ ખાતે વધતી જતી મોંઘવારી ના વિરોધમાં રાક્ષસ ના પૂતળાનું દહન કરી આયોજન

આજરોજ જામનગર શહેર/જિલ્લા કૉંગસ સમિતિ ના દ્વારા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ ના આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા ની સૂચના અનુસાર જામનગર લાલ બંગલા સર્કલ ખાતે વધતી જતી અસહય મોંઘવારીના ના વિરોધ માં સૂત્રોચ્ચાર/ધારણા પ્રદર્શન કરી મોંઘવારી ના રાક્ષસ ના પૂતળા દહન કરી, વિજયાદશમી ના દિવસે મોંઘવારી ના રાક્ષસ ને સતત પ્રોત્સાહન આપતી આ ભાજપ સરકાર ને કુંભકર્ણ ની નિંદ્રા માં થી જગાડવા ના કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ શ્રી જીવણભાઈ કુંભરવાડિય, શહેર કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ દિગુભા જાડેજા, ગુજરાત કિસાન કૉંગ્રેસ ના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા, શહેર મહિલા મંત્રી રંજનબેન ગજેરા, પ્રદેશ મહિલા મંત્રી સારાબેન મકવાણા, કોર્પોરેટર શ્રી ધવલભાઈ નંદા, કાસમભાઈ જોખિયા, જેનબબેન ખફી, નૂરમામાંદ પાલેજા, પી.આર જાડેજા, જે.બી.અંબલિયા, પાર્થ પટેલ, ઓ.બી.સી ના સુભાષભાઈ ગુજરાતી, ભરતભાઈ વારા, મીડિયા સેલના જીગરભાઈ રાવલ, ચિરાગભાઈ જીંજુવાડિયા, નર્મદાબેન, યાસમીનબેન, તેજસ ડોઢિયા, રમેશભાઈ પરમાર, ધીરેનભાઈ નંદા, હરેશભાઇ પરમાર, હુસેનભાઈ મુરીમાં, રાહુલભાઈ, હાર્દિક જોશી તથા પ્રવીણભાઈ જેઠવા અને શહેર/જિલ્લા કૉંગ્રેસ સમિતિ ના કાર્યકરો, હોદેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા.

Related posts

કોવિડ વેક્સિનેશનના ૧૦૦ કરોડ ડોઝની સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે કોરોના વોરિયર્સનું સન્માન

samaysandeshnews

Crime: જેતપુરના નવાગઢ વિસ્તારમાં બે સોસાયટીના રહીશો વચ્ચે હલ્લાબોલ

cradmin

જામનગર : જામનગરમાં રખડતાં ઢોરો નો ત્રાસ યથાવત તંત્ર કોઈ નો ભોગ લેવાય ત્યારે જાગશે..??

cradmin

Leave a Comment

error: Content is protected !!