અવી બારોટ સૌરાષ્ટ્ર માટે ક્રિકેટ રમતા હતા. ભૂતપૂર્વ ભારતીય અંડર -19 કેપ્ટન અવી બારોટ પણ સૌરાષ્ટ્રની વિજેતા ટીમનો એક ભાગ હતો જેણે 2019-20માં રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ સિવાય તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અવી બારોટના નિધનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને શોક વ્યક્ત કર્યો છે. તેમજ સૌરાષ્ટ્રના ક્રિકેટરોએ અવી બારોટને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.