રાધનપુર : મસાલી પ્રાથમિક શાળામાં અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે સ્વેટર વિતરણ રાધનપુરના મસાલી પ્રાથમિક શાળામાં અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો.
08 ડિસેમ્બર, 2025ના રોજ સોમવારના દિવસે રાધનપુરના અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ટી.સી. ચતવાણી આર્ટ્સ કોલેજ અને જે.વી. ગોકળ કોમર્સ કોલેજ તેમજ રોટરી ક્લબ ઓફ રાધનપુરના સંયુક્ત ઉપક્રમે મસાલી પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પુર્ણ સહાય મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુરના પ્રેસિડેન્ટ તથા રોટરી ક્લબ ઓફ રાધનપુરના ચાર્ટર પ્રેસિડેન્ટ ડૉ. મહેશભાઈ મુલાણી, કોલેજના પ્રિન્સિપાલ તથા સ્વેટર વિતરણ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન ડૉ. સી.એમ. ઠક્કર,
રોટરી ક્લબ ઓફ રાધનપુરના પ્રેસિડેન્ટ ડૉ. પરેશભાઈ દરજી, સેક્રેટરી કાંતિભાઈ નાઈ અને રોટેરીયન મહેશ રાઠોડે વિદ્યાર્થીઓને સ્વેટર અર્પણ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઉદઘોષક સુરેશભાઈ ઓઝાએ કર્યું હતું.
મસાલી પ્રાથમિક શાળાના આચાર્ય દેવાભાઈ મકવાણા, શિક્ષકમિત્રો, ગ્રામજનો તેમજ કોલેજની ટીમ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી. ગ્રામીણ વિસ્તારના નાનાં બાળકોને શિયાળામાં રક્ષણરૂપ બને તેવા સ્વેટરની ભેટ આપતા શાળા પરિસરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી આયોજિત આ માનવતાભર્યું કાર્ય સમાજમાં સમરસતા, સહકાર અને સામાજિક જવાબદારીની ભાવનાને વધુ બળ આપતું બન્યું છે.
Author: samay sandesh
10







