Samay Sandesh News
ગુજરાતજામનગર

લાખોટા નેચર ક્લબ આયોજિત ઓપન જામનગર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધા ના વિજેતાઓને સન્માનીત કરાયા

વન્યજીવો ના પ્રાણી અને પક્ષીની અદભૂત તસવીરોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું જેમાં મોટી સંખ્યા માં શહેરીજનો હાજર રહ્યા હતા

પર્યાવરણ ક્ષેત્રે વર્ષોથી કાર્યરત જામનગર ની લાખોટા નેચર ક્લબ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ ની ઉજવણી દરમ્યાન ઓપન જામનગર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધા માં અનેક તસવીરકારોએ ભાગ લઈ તેમની અદભૂત કૃતિઓ મોકલાવી હતી સ્પર્ધા બિન વ્યવસાયિક તસવીરકાર અને વ્યવસાયિક તસવીરકાર બે ભાગ માં યોજવામાં આવી હતી.

બે વિભાગ માં યોજવામાં આવેલી ફોટોગ્રાફી સ્પર્ધા માં પ્રાણી અને પક્ષી વિભાગ મળીને લાખોટા નેચર ક્લબ ને 40 થી વધુ તસવીરકારો ના 100 થી વધુ ફોટોગ્રાફસ પ્રાપ્ત થયા હતા જેમાં જામનગર ના જાણીતા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર યશોધનભાઈ ભાટિયા, અશ્વિનભાઈ ત્રિવેદી અને જામનગર ફોટોગ્રાફર એસોસિએશન ના પ્રમુખ પંકજભાઈ ભટ્ટ ની નિર્ણાયક પેનલ દ્વારા વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા લાખોટાનેચર ક્લબ દ્વારા સ્પર્ધા માં ભાગ લેનાર તમામ તસ્વીરો નું તસવીર પ્રદર્શન જામનગર મહાનગર પાલિકા ના સહકાર થી સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક હૉલ માં યોજવામાં આવ્યું હતું.

તસવીર પ્રદર્શન ને જામનગર મહાનગર પાલિકા વોર્ડ નંબર 2 ના મહિલા કોર્પોરેટર અને ગાર્ડન અને આરોગ્ય શાખાના ચેરપર્સન ડીમ્પલબેન રાવલ દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું જ્યારે વિજેતા સ્પર્ધકો ને ઈનામ જાણીતા પક્ષીવિદ અને તસવીરકાર શાંતિલાલભાઈ વરૂ, જયપાલસિંહ જાડેજા, નવાનગર નેચર ક્લબ ના પ્રમુખ વિજયસિંહ જાડેજા, પંકજભાઈ ભટ્ટ, લખોટા નેચર ક્લબ ના પ્રમુખ જગતભાઈ રાવલ, ઉપપ્રમુખ કમલેશ રાવત, સુરજભાઈ જોશી, મંત્રી ભાવિક પારેખ અને ખજાનચી જય ભાયાણી હસ્તે આપવામાં આવ્યા હતા.

સ્પર્ધા માં વ્યવસાયિક વિભાગ પ્રાણીઓના ફોટોગ્રાફમાં પ્રથમ જયદેવસિંહ રાઠોડ,દૃતીય સૌમિલ માકડિયા અને તૃતીય પાર્થ સોલંકી વિજેતા જાહેર થયા હતા જ્યારે બિન વ્યાવસાયિક ફોટોગ્રાફર પ્રાણી વિભાગ માં પ્રથમ પલક આચાર્ય, દૃતીય ઈશિતા કોઠારી અને તૃતીય હેમાંગી જાડેજા વિજેતા થયા હતા પક્ષી વિભાગ માં વ્યાવસાયિક ફોટોગ્રાફર માં પ્રથમ દેવર્સ આચાર્ય, દૃતીય પાર્થ સોલંકી તૃતીય ડીમ્પલબેન વરૂ અને જયદેવસિંહ રાઠોડ જ્યારે બિન વ્યવસાયિક ફોટોગ્રાફસ પક્ષી માં પ્રથમ ઈશિતા કોઠારી, દૃતીય પ્રતિકભાઈ બાસુ અને તૃતીય મહેન્દ્રભાઇ વિજેતા જાહેર થયા હતા જેમને ઉપસ્થિત અતિથિ વિશેષ ના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

       આ સમગ્ર ફોટોગાફી સ્પર્ધા અને પ્રદર્શનીને સફળ બનાવવા માટે લાખોટા નેચર ક્લબ જામનગર ના પ્રમુખ જગત રાવલ, ઉપપ્રમુખ કમલેશ રાવત , સુરજ જોશી, મંત્રી ભાવિક પારેખ,ખજાનચી જય ભાયાણી, કમિટી મેમ્બર મયંક સોની, શબીર વીજળીવાળા તેમજ ઉદિત સોની, સંજય પરમાર, જિગ્નેશ નાકર, ઉમંગ કટારમલ અને જુમમાભાઇ સાફિયા, નિખિલ મહેતા, જીત સોની વિગેરેએ જહેમત ઉઠાવી હતી

Related posts

જામનગર : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત જામનગરની સરકારી ઇમારતો રોશનીથી ઝળહળી ઉઠી

cradmin

રાજકોટ : “નલસે જલ યોજના” અંતર્ગત ધોરાજીના ઝાંઝમેર ગામે ૧૨૦૦ જેટલા ઘરોમાં પહોંચ્યું પીવાનું શુદ્ધ પાણી

samaysandeshnews

જામનગર : જામનગર શહેરના ગુલાબનગર પાસે આવેલ તાજ હોટેલ નજીક પિતા-પુત્ર પર ખૂની ખેલ ખેલાયો

cradmin

Leave a Comment

error: Content is protected !!