જામનગર તા. ૨૦ ઓકટોબર, પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર, જામનગરમાં કેન્દ્વ સરકાર માન્ય ટૂંકા ગાળાની વિનામૂલ્યે તાલીમ સાથે રોજગારીની તક આપવામાં આવે છે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષના યુવાનો-યુવતીઓને તાલીમ આપી રોજગારની તક પૂરી પાડવામાં આવે છે. હાલ આગામી સત્રમાં રિટેઇલ સેલ્સ અસોસિએટ તેમજ સિલાય મશીન ઓપરેટર માટેની તાલીમ માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સફળતાપૂર્વક ટ્રેનીંગ પૂર્ણ કરનારને કેન્દ્વ સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે રોજગારીની તક આપવામાં આવે છે. મર્યાદિત સંખ્યામાં એડમિશન લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે આપેલ ડોક્યુમેન્ટની નકલ,આધાર કાર્ડ,છેલ્લી માર્કશીટ માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર,બેન્ક પાસબુક તેમજ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે “પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર” જામનગર,ગોકુલ હીરો શોરૂમ ઉપર,પવન ચક્કી સર્કલ પાસે, રણજીત સાગર રોડ-જામનગરનો રૂબરૂ અથવા મો. નં. ૯૯૯૮૪૨૭૯૧૫, ૯૪૨૯૧૫૯૮૬૮ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
previous post