Samay Sandesh News
ગુજરાતપાટણ

પાટણ ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટીક એકત્રીકરણ માટે આઈ.સી.ડી.એસ દ્વારા સ્વચ્છતા રેલી યોજાઇ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિને સમગ્ર રાષ્ટ્રમાં દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના આરે ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાટણ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર અને આઇ.સી.ડી.એસ વિભાગ દ્રારા આયોજીત ‘આઝાદી કા અમૃત મહોત્સવની પાટણ સ્વચ્છ ભારત(કલીન ઇન્ડીયા) અંતર્ગત પાટણ જિલ્લામાં સ્વચ્છતા સિંગલ યુઝ પ્લાસ્ટીક એકત્રીકરણ અભિયાન રેલીને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાનુમતીબેન મકવાણા, જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ રેલીમાં સ્વચ્છતાના સુત્રોચ્ચાર તેમજ કેન્ડલ રેલી યોજાઇ હતી આ રેલીમાં આરોગ્ય – પોષણ આઇ.સી.ડી.એસ ની સેવાઓના બેનર અને કેન્ડલ સ્ટીક દ્રારા જન જાગૃતિનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો.

 

આ રેલી જિલ્લા પંચાયત થી રેલ્વે સ્ટેશન સુધી સુત્રોચ્ચાર કરતી નીકળી અને રેલ્વે સ્ટેશન ખાતે સહી ઝુબેશ હાથ ધરવામાં આવી હતી. તેમજ દરેક ગામની આંગણવાડીઓમાં પ્લાસ્ટીક એકત્રીકરણ કરી ગામની ગ્રામ પંચાયતની કચરાપેટીમાં જમા કરવામાં આવ્યો હતો.આ રેલીમાં મહિલા અને બાળ વિકાસ કલ્યાણના ચેરમેનશ્રી સેજલબેન દેસાઇ, પ્રોગ્રામ ઓફિસરશ્રી ગૌરીબેન સોલંકી, તાલુકા બાળ વિકાસ યોજનાના અધિકારીશ્રીઓ, આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

મારા પતી ને પાકીસ્તાન ની કેદમાંથી આઝાદી અપાવો……માછીમાર ની પત્ની નો પોકાર

samaysandeshnews

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત’ ભારતીય સેનાના વીર બલિદાનીઓના ફળિયાની માટી એકત્રિત કરી કળશનુ સમુહ પુજન કરાશે

samaysandeshnews

પાંચ ઘરફોડ ચોરીના ગુનામા નાસતો ફરતો આરોપી ઝડપાયો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!