Samay Sandesh News
ધાર્મિક

આ મંદિરે દર્શન કરવાથી ક્યારેય નથી નડતી શનિની પનોતી

રાષ્ટ્રના દ્વારકા પંથકમાં આવેલ હાથલા ગામ ઇતિહાસની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી પ્રાચીન એવું શનિદેવનું સ્થાન છે. હાથલાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં શનિદેવના જન્મસ્થળ તરીકે કરવામાં આવ્યો છે.લોકો શનિદેવની કૃપા મેળવવા માટે દેશ વિદેશથી અહીં આવે છે.અહીં અંદાજે 6-7 સદીની મૂર્તિ, શનિકુંડ વગેરે સ્થળો પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત કરવામાં આવ્યા છે.

આ મંદિરમાં હાથીની સવારી ઉપર બાળ શનિદેવની પ્રાચીન મૂર્તિ, શિલ્પો, શિવલીંગ, નંદી, હનુમાન તથા શનિકુંડ હૈયાત છે. પ્રાચિન શનિકુંડમાં અંદર ઉતરવા માટે પગથિયાઓ બાંધવામાં આવ્યા છે.આ મંદિરનો બાંધણી કાલ જેઠવાઓના ઘુમલી રાજ્ય પહેલા મૈત્રકકાલીન માનવામાં આવે છે.

હાલના બરડા ડુંગર તરીકે ઓળખાતા વિસ્તારનું પ્રાચિન નામ બટુકાચળ અને પીપ્પલાવન હોવાનું શાસ્ત્રોમાં જાણવા મળે છે. તેમજ હાથલાનો ઉલ્લેખ પ્રાચિન સમયમાં હસ્તિનસ્થલ અને મધ્યકાળમાં હસ્થથલ તરીકે જોવા મળે છે. આ ગામનું નામ અહીં શનિદેવ હાથી પર બિરાજમાન હોવાથી પડ્યું છે. હાથલાના અવશેષો 1500 વર્ષથી પણ જૂના છે.

શાસ્ત્રોક રીતે શનિદેવનાં દશ સ્વરુપ છે. જેના દશ વાહનો અને દશ પત્નીઓ છે. જેમાં એક નામ છે પિપ્લાશ્રય જે સ્વરુપમાં બાળ શનિદેવ હાથીની સવારી કરે છે.આ સ્વરુપ હાથલા સ્થિત મંદિરમાં જોવા મળે છે. હાથલા સિવાય સમગ્ર ભારતમાં અન્ય કોઈ સ્થળે શનિદેવ હાથી પર જોવા મળતા નથી.જેથી હાથલા જ પૈરાણિક હસ્તિનસ્થલ હોવાનું ઇતિહાસકારો માને છે.

Related posts

સુરત: સુરતમાં જરદોસી વર્ક તાલીમ પ્રાપ્ત કરી મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર

cradmin

બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગરની ટીમ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરાયું

samaysandeshnews

ધાર્મિક: આગામી તા.24 થી 26 સુધી કાલાવડથી રણુંજા જવાનો અને રણુંજાથી હરિપર આવવાનો રસ્તો બંધ રહેશે

cradmin

Leave a Comment

error: Content is protected !!