શહેરા નાડા બાયપાસ પર ફિલ્મી ઢબે હુમલો: સ્કોર્પિયો ગાડીએ ઈકોને ટક્કર મારી પલટી ખવડાવી.

શહેરા નાડા બાયપાસ રોડ ઉપર જે.જી.સ્કૂલ પાસે સ્ક્રોપિયો ગાડી એ ઈકો ગાડી ને ટક્કર મારતા ચાલક સહિત કુલ ચાર ને ઇજા પહોંચી હતી.જોકે પોલીસ સ્ટેશન ખાતે સ્ક્રોપિયો ગાડી ના માલિક સહિત કુલ પાંચ સામે 281,125(a),109(1) સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવીને ડી.વાય.એસ.પી. બ્રિન્દા જાડેજા દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે સ્કોર્પિયો ગાડીના માલિક મહેન્દ્રસિંહ ગુલાબ સિંહ ડાભીએ જણાવ્યું હતુકે મારી ફરિયાદ પોલીસ એ લીધી નથી.

 

શહેરા પોલીસ સ્ટેશન ખાતે બોરીયાવી ગામના મંગળા ડાભી ના મુવાડા ખાતે રહેતા જયદીપસિંહ બામણીયાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રાજકીય અદાવત રાખીને અવાર નવાર ગમે તેમ બોલીને મહેન્દ્ર સિંહ ડાભી હેરાન કરતા હોવાથી પોલીસ સ્ટેશન ખાતે તેઓએ અરજી આપી હતી.આ અરજીના જવાબ લખાવવા ફરિયાદી પોલીસ સ્ટેશન એ હતા ત્યારે મહેન્દ્રસિંહ ડાભી અને તેમની સાથે અન્ય માણસો પણ આવ્યા હતા તે સમયે મહેન્દ્રસિંહ ડાભી એ ફરિયાદીને ગાળો બોલીને તુ સાલા ભીલડા તું ઘેર કઈ થી જવાનો તેમ કહી ગાળો બોલવા લાગેલ હતા. ત્યારબાદ ફરિયાદી જયદીપ અને તેની સાથે આવેલા ઈસમો ઇકો ગાડીમાં બેસીને પોતાના ઘર તરફ બોરીયાવી જઈ રહ્યા હતા ત્યારે નાડા બાયપાસ રોડ ઉપર જે.જી સ્કૂલથી થોડી આગળ મહેન્દ્રા સ્કોર્પિયો ગાડીએ ઈકો ગાડીના આગળના ભાગે ટક્કર મારતા પલટી ખાઈ જવા સાથે ઈકો ગાડીના ચાલક અને અંદર બેઠેલા વ્યક્તિઓને શરીરને નાની-મોટી ઇજા પહોંચી હતી.જ્યારે મહેન્દ્રસિંહ ડાભી તેમજ અન્ય વ્યક્તિઓ સ્કોર્પિયો ગાડીમાંથી નીચે ઉતરીને પલટી ખાઈ ગયેલ ઈકો ગાડી તરફ આવ્યા અને મહેન્દ્ર સિંહ ડાભી ના હાથમાં પ્લાસ્ટિકના કેરબામાં ડીઝલ લઈને આવીને ગાડી ઉપર તેમજ ફરિયાદી અને તેમના અન્ય વ્યક્તિઓ પર ડીઝલ છાંટવા લાગેલ તે સમયે બધા માણસોને જીવતા સળગાવી દેવાના છે તેમ કહી ઉશ્કેરણી કરવા સાથે ખિસ્સામાંથી માચીસ લઈને સળગાવવા જતા હતા તે દરમિયાન બૂમાબૂમ કરતા ઘણા બધા લોકો ભેગા થઈ ગયા હતા જેથી મહેન્દ્રસિંહ ડાભી સહિતના અન્ય સમૂહ ગાડી લઈને ત્યાંથી જતા રહ્યા હતા.

 

આ બનેલી ઘટના ના ઈજાગ્રસ્તોને શરીરે નાની મોટી ઈજા પહોંચી હોવાથી 108 દ્વારા તમામને સરકારી દવાખાને ખાતે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનેલી ઘટનાને ગંભીરતાથી લઈને ડી.વાય. એસ. પી બ્રિન્દા જાડેજા અને પી.આઈ અંકુર ચૌધરી સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ને જરૂરી તપાસ હાથ ધરી હતી પોલીસ સ્ટેશન ખાતે આ મહેન્દ્રસિંહ ગુલાબસિંહ ડાભી સહિત ફુલ 5 ઇસમોની સામે નામ જોગ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં મુખ્ય આરોપી સહિત અન્ય એક ઈસમની અટકાયત પોલીસે કરી હતી જ્યારે બીજા ત્રણ આરોપીઓને પોલીસે પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ઉલ્લેખનીય છેકે બનેલી આ ઘટના બાદ સ્કોર્પિયો ગાડીના માલિક મહેન્દ્ર સિંહ ડાભી અન્ય વ્યક્તિઓ સાથે પોલીસ સ્ટેશન ખાતે પોતે હાજર થાય છે અને તેમની ગાડીનો ઈકો ગાડી સાથે અકસ્માત થયો હોવાની સમગ્ર હકીકત પોલીસને જણાવી હતી. મહેન્દ્ર સિંહ ડાભી એ તેમની સામે પોલીસે ખોટી ફરિયાદ નોંધી હોવાનો આક્ષેપ કરી રહ્યા હતા. ત્યારે હાલ તો આ સમગ્ર બનેલી ઘટના રાજકીય ક્ષેત્રે અને તાલુકા પંથકમાં ભારે ચર્ચાનો મુદ્દો બની જવા પામ્યો હતો.

બોક્સ….શહેરા નગરના નાડા બાયપાસ રોડ ઉપર જે.જી.સ્કૂલ પાસે સ્ક્રોપિયો ગાડી અને ઈકો ગાડી વચ્ચેની બનેલી ઘટના બાદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદમાં મહેન્દ્ર સિંહ ડાભી, વિક્રમ ડાભી, કિશોર ડાભી, રંગીત ડાભી, મહેન્દ્ર ભાઈ સફરાભાઈ ડાભી સામે 281,125(a),109(1),61(1)(b),189(1),324,351(2),352 સહિતના કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

બોક્સ.. મહેન્દ્ર સિંહ ગુલાબ સિંહ ડાભી .. સ્ક્રોપિયો ગાડીનો માલિક…

હું પોતે બનેલી ઘટના બાદ સ્કોર્પિયો ગાડી લઈને હું જાતે પોલીસ સ્ટેશન ખાતે આવીને મારી ગાડીનો ઈકો ગાડી સાથે અકસ્માત થયો હોવાની સમગ્ર બનાવવાની હકીકત પોલીસને જણાવી હતી, બનેલા બનાવના કલાકો બાદ પોલીસ સ્ટેશન ખાતે મારા સહિત પાંચના વિરુદ્ધ માં ફરિયાદ પોલીસે નોંધી છે. મારા પર પોલીસે ખોટી ફરિયાદ નોંધી છે. અને આમાં રાજકારણ નો હાથ હોઈ શકે તેવું મને લાગી રહ્યું છે.

 


શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાડા બાયપાસ રોડ પર જે.જી સ્કૂલની નજીકમાં ફરિયાદી જયદીપસિંહ અરજીના કામે પોલીસ સ્ટેશન ખાતે તેમના સાક્ષીઓના સાથે આવ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે તેમનું કામ પૂર્ણ કરીને તેમના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે જે.જી સ્કૂલની પાસે આરોપી મહેન્દ્રસિંહ ગુલાબસિંહ ડાભી અને તથા અન્ય આરોપીઓ સ્ક્રોપિયો ગાડીમાં આવીને ફરિયાદી તેમની ઈકો ગાડીમાં બેસીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તે સમયે સામેથી સ્કોપિયો ગાડી લાવીને ઈકો ગાડી ને ટક્કર મારવામાં આવી આશરે 50મીટર સુધી ઘસેડવામાં આવી અને ત્યારબાદ ફરીથી રિવર્સ લઈને સ્કોર્પિયો ગાડી ફરીથી ટક્કર મારવામાં આવીને ઈકો ગાડી ખાડામાં જઈને ઊલટી પડી ગયેલી અને ઇજા થયેલ તમામ ને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા, આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને જરૂર હશે તો રિમાન્ડની પણ માંગણી કરાશે….

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?