મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુટુંબ કલ્યાણ ઓપરેશનના ખોટા રેકોર્ડ, ફરજમાં ગંભીર બેદરકારી.

RTI કાયદાનો ભંગ અને પ્રતિષ્ઠિત તબીબની માનહાની બાબતે જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ

આ લખાણ અમો વકીલ શ્રી જશવંતકુમાર એલ. બારોટ, રહે. વડોદરા, તરફથી અમારા અસીલ ડો. પટેલ સુનીલકુમાર પ્રભુદાસ, રહે. મુ. લુણાવાડા, નવજીવન હોસ્પિટલ ઉપર, તા. લુણાવાડા, જી. મહીસાગર–389230, ના હિત અને અધિકારના સંરક્ષણ અર્થે રજૂ કરવામાં આવે છે.

અમારા અસીલ છેલ્લા અનેક વર્ષોથી મહીસાગર જિલ્લામાં કુટુંબ કલ્યાણ (Family Planning) કાર્યક્રમ અંતર્ગત લેપ્રોસ્કોપિક સર્જન તરીકે સેવા આપતા પ્રતિષ્ઠિત તબીબ છે. તેમણે સરકારની નીતિ અને માર્ગદર્શિકાઓ અનુસાર હજારો લાભાર્થીઓને સફળ સેવાઓ આપી છે. તેમ છતાં મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગના કેટલાક જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા ખોટા આક્ષેપો, ખોટા રેકોર્ડ, નિયમ વિરુદ્ધ કાર્યવાહી અને RTI કાયદાનો સરિયામ ભંગ કરીને અમારા અસીલને માનસિક, સામાજિક, આર્થિક અને વ્યવસાયિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

૧. 22-08-2023 ની FPIS અને Quality Assurance મીટિંગ અંગે

તારીખ 22-08-2023 ના રોજ તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા District Family Planning Implementation Sub Committee (FPIS) તથા Quality Assurance Committee ની બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં તત્કાલીન CDHO ડો. સી. આર. પટેલ, તત્કાલીન ADHO, તથા હાલના ઈન્ચાર્જ CDHO ડો. સી. આર. પટેલિયા હાજર રહ્યા હતા.

આ બેઠકના મિનિટ્સ અનુસાર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે અમારા અસીલ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 2568 કુટુંબ કલ્યાણ ઓપરેશન કરવામાં આવ્યા હતા અને તેમાંથી 34 ઓપરેશન નિષ્ફળ (FAIL) ગયા હોવાનું દર્શાવવામાં આવ્યું.

આ આધાર પર તારીખ 19-10-2023 ના રોજ અમારા અસીલને એક નોટિસ પાઠવવામાં આવી, જે તેમને 04-11-2023 ના રોજ RPAD દ્વારા પ્રાપ્ત થઈ.

૨. ફૂલ ટાઈમ ગાયનેકોલોજિસ્ટની ગેરહાજરી છતાં ખોટો નિર્ણય

કાયદેસર રીતે, કોઈપણ કુટુંબ કલ્યાણ ઓપરેશન FAIL થયા હોવાની ચકાસણી માત્ર અને માત્ર District Hospital ના Full Time Gynecologist દ્વારા કરવામાં આવતી હોય છે.

પરંતુ સદર 22-08-2023 ની FPIS મીટિંગમાં જિલ્લા હોસ્પિટલના ફૂલ ટાઈમ ગાયનેકોલોજિસ્ટ ડો. કિંજલ પટેલ ગેરહાજર હતા, જે વાત મીટિંગના મિનિટ્સમાં પણ સ્પષ્ટ રીતે નોંધાયેલ છે.

છતાં પણ, તેમની ગેરહાજરીમાં જ અમારા અસીલના નામે 34 કુટુંબ કલ્યાણ ઓપરેશન નિષ્ફળ જાહેર કરવામાં આવ્યા, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર, મનસ્વી અને નિયમ વિરુદ્ધ છે.

વધુમાં, આ 34 (કેટલાક દસ્તાવેજોમાં 33) FAIL કેસ અંગે:

  • મીટિંગ મિનિટ્સ

  • નોટિસ

  • આરોગ્ય વિભાગના અન્ય દસ્તાવેજો

બધામાં વિરોધાભાસી માહિતી જોવા મળે છે.

૩. લાભાર્થીઓના કોઈ મેડિકલ રેકોર્ડ ઉપલબ્ધ નહીં

આ કહેવાતા 34 FAIL કેસ અંગે આજ સુધી:

  • લાભાર્થીઓના નામ

  • ગામ

  • ઓપરેશન તારીખ

  • ઓપરેશનનું સ્થળ

  • ઓપરેશન કરનાર તબીબ

  • કોઈપણ મેડિકલ રેકોર્ડ

આરોગ્ય વિભાગ દ્વારા અમારા અસીલને આપવામાં આવ્યો નથી.

અમારા અસીલે આ માહિતી માટે લેખિત અરજી, મૌખિક રજૂઆત અને ઈ-મેઈલ દ્વારા વારંવાર વિનંતી કરી હોવા છતાં, CDHO કે ADHO એ એકપણ પુરાવો આપ્યો નથી.

છતાં પણ, અમારા અસીલને કુટુંબ કલ્યાણ લેપ્રો સર્જન તરીકેની કામગીરીમાંથી ગેરકાયદેસર રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા, તથા વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ફરજિયાત રિફ્રેશર ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા, જે સંપૂર્ણપણે ગેરવહીવટી અને મનસ્વી નિર્ણય હતો.

આ પગલાંના કારણે અમારા અસીલને:

  • પ્રતિષ્ઠામાં ભારે આઘાત

  • વ્યવસાયમાં મોટું નુકસાન

  • આર્થિક નુકસાન

  • સામાજિક માનહાની

થઈ છે, જેની ભરપાઈ શક્ય નથી.

૪. RTI Act, 2005 નો ખુલ્લેઆમ ભંગ

આ માહિતી ન મળતા, અમારા અસીલે RTI Act, 2005 અંતર્ગત તારીખ 18-01-2025 ના રોજ અરજી કરી.

આ અરજીમાં કુલ 2185 પાનાની માહિતી ફી ભરીને મેળવી હતી. પરંતુ આ માહિતી:

  • પ્રમાણિત ન હતી

  • અધૂરી હતી

  • ગેરમાર્ગે દોરતી હતી

પ્રથમ અપીલ કરવામાં આવી, પરંતુ 80 દિવસ બાદ પણ કોઈ સાંભળણી વિના અપીલ ફગાવવામાં આવી.

પછી ગુજરાત રાજ્ય માહિતી આયોગમાં બીજી અપીલ કરવામાં આવી.

૫. ગેરકાયદેસર “સ્પેશિયલ સ્ટેમ્પ” લગાવી માહિતી આપવામાં આવી

માહિતિ આયોગના આદેશ બાદ જાહેર માહિતી અધિકારી ડો. બી. જે. માલીવાડે 2185 પાનાની માહિતી પર સહી-સિક્કા કર્યા, પરંતુ દરેક પાનાની નીચે એક ગેરકાયદેસર રબર સ્ટેમ્પ લગાવવામાં આવ્યો:

“આ માહિતી અરજદારને જાણવા જોગ છે, આ માહિતી કોઈ કોર્ટ કેસ કે અન્ય આધાર પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાશે નહીં.”

આવો સ્ટેમ્પ RTI Act, 2005 કે કોઈ નિયમમાં અસ્તિત્વમાં જ નથી.

૬. રાજ્ય માહિતી આયોગના સ્પષ્ટ નિવેદન

વકીલ શ્રી જશવંતકુમાર બારોટ દ્વારા રાજ્ય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશનર શ્રી ભારત જે. ગણાત્રા સાથે તારીખ 22-01-2020 ના રોજ થયેલ વિડિયો કોન્ફરન્સમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું કે:

  • આવો સ્ટેમ્પ ગેરકાયદેસર છે

  • RTI હેઠળ મળેલી માહિતી પર આવી શરત મૂકવી ગુનો બને છે

  • આવું કરનાર જાહેર માહિતી અધિકારી સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ

૭. આરોગ્ય વિભાગે પોતે ખોટા કેસ સ્વીકાર્યા

તારીખ 23-09-2025 ના રોજ અમારા અસીલ દ્વારા કલેક્ટરશ્રી, DDO, CDHO, ADHO અને અન્ય ઉચ્ચ અધિકારીઓને કાયદેસર નોટિસ આપવામાં આવી.

આ નોટિસના જવાબમાં આરોગ્ય વિભાગ, મહીસાગરે લેખિતમાં સ્વીકાર્યું છે કે:

  • કેટલાક FAIL ઓપરેશન બીજા તબીબો દ્વારા કરાયેલા હતા

  • છતાં તે ઓપરેશન અમારા અસીલના નામે ચઢાવવામાં આવ્યા હતા

આ સ્વીકાર પોતે જ ગંભીર ગુનાની સાક્ષી છે.

૮. નિષ્કર્ષ અને માંગ

આ તમામ હકીકતો પરથી સ્પષ્ટ થાય છે કે:

  • ખોટા રેકોર્ડ બનાવી અમારા અસીલને બદનામ કરવામાં આવ્યા

  • ફરજમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી

  • RTI Act નો જાણબૂઝી ભંગ થયો

  • સરકારી પદનો દુરુપયોગ થયો

  • માનહાની, છેતરપિંડી અને સત્તાનો દુરુપયોગ થયો

અંતે અમારી સ્પષ્ટ માંગ

  1. જવાબદાર CDHO, ADHO, જાહેર માહિતી અધિકારી તથા અન્ય સંડોવાયેલા અધિકારીઓ સામે IPC તથા IT Act હેઠળ ફોજદારી ગુનો દાખલ કરવો

  2. વિભાગીય તપાસ અને શિસ્તભંગની કાર્યવાહી કરવી

  3. અમારા અસીલની ખોટી સસ્પેન્શન તાત્કાલિક રદ કરવી

  4. થયેલ આર્થિક, સામાજિક અને માનસિક નુકસાન માટે વળતર ચૂકવવું

  5. RTI Actના ભંગ બદલ જવાબદાર અધિકારીઓને દંડિત કરવું

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?