400 સાધુ -સંતોની હાજરીમાં વર્ષો થી યોજાતી પરિક્રમા નું ધાર્મિક મહત્વ સચવાય તે હેતુથી અગિયારસ થી પુનમ સુધી યોજાશે
પરિક્રમા ને લઇ બે દિવસ પૂર્વે હિન્દુ ધાર્મિક સંગઠનો અને સામાજિક સંસ્થાઓએ પરિક્રમા પૂર્ણરૂપે યોજાય તેવી માંગ કરી હતી ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે આજે 400 સંતોની હાજરીમાં પરિક્રમા યોજવાનો નિર્ણય કર્યો હતો.
કોવિડ –૧૯ ની મહામારીને ધ્યાને રાખી તમામ પ્રકારનાં રાજકીય , સામાજીક , શૈક્ષણીક , સાંસ્કૃતિક , ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે ખુલ્લામાં મહતમ ૪૦૦ વ્યકિતઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાનાં ૫૦ ટકા વ્યકિતઓ એકત્રિત થઈ શકશે તેવી જોગવાઈ થયેલ છે ત્યારે રાજય સરકારની પ્રવર્તમાન ગાઈડલાઈન તથા તંત્ર દ્વારા યોજાય યોજાયેલ બેઠકમાં હાજર તમામ ધ્વારા રજુ થયેલ અભિપ્રાય અનુસાર કારતક સુદ અગીયારસ થી પુનમ એટલે .૧૪ થી ૧૯ સુધી પરંપરાગત રીતે યોજાતી ” લીલી પરિક્રમા ‘ માત્ર ૪૦૦ ની મર્યાદામાં સાધુ – સંતો દ્વારા પ્રતિકાત્મક રીતે યોજાશે તેવો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો