તા.15.11.2021 ના રોજ દેવદિવાળી અને તુલસી વિવાહ ના પાવન અવસરે હડિયાણા ગામે બેંક ઓફ બરોડા ની નવી બિલ્ડીંગ નું પૂજન વિધિ બાદ લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર બેક ઓફ બરોડા ના રિજનલ મેનેજર શ્રી સુરેન્દ્રસિંહ રાઠોડ ની અધ્યક્ષ તમાં હડિયાણા શાખા પ્રબંધક શ્રી મેનકાબેન અને બેંક ના તમામ સ્ટાફ..ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપ.સરપંચ..સે.સ.મ.લી. ના પ્રમુખ..શાળાના આચાર્ય..સ્ટાફ..બેંક ના ખાતેદારો.. આસપાસ ના ગામના અન્ય આગેવાનો ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
હડિયાણા બેંક ના શાખા પ્રબંધક શ્રી દ્વારા રીજીનલ મેનેજર શ્રી નું પુષ્પ ગુચ્છ થી સન્માનિત કરવામાં આવ્યું હતું. અને બેંકના નિવૃત્ત કર્મચારી અન્ય સ્ટાફ દ્વારા સરપંચ અને ઉપ.સરપંચ અને આગેવાનો નું પણ પુષ્પ ગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું..