છેલ્લા કેટલાક સમયથી પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર બેફામ પણે વાહનો હંકારતા ચાલકો દ્વારા નાના-મોટા માગૅ અકસ્માતોના બનાવો સર્જાતા રહ્યા છે અને આવા માર્ગ અકસ્માતના બનાવો માં અનેક નિર્દોષ માનવ જીંદગી મોત નાં મુખ ધકેલાઈ રહી છે ત્યારે આવો જ એક માગૅ અકસ્માતનો બનાવ સમી તાલુકાના બાસ્પા ગામ નજીક રવિવારની મોડી રાત્રે કોઈ અજાણ્યા વાહનચાલકે બાઈક સવારોને અડફેટમાં લેતા બાઈક સવાર ત્રણેય ઇસમો ના ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે કરુણ મોત નિપજયા હતા તો આ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઇને ફરાર થયા હોઇ આ બાબતે સમી પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે આવી લાશ નું પંચનામુ કરી પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ સમી તાલુકાના ક્નીઝ ગામે રહેતા એક પુરુષ અને એક સ્ત્રી સ્પેલન્ડર બાઈક ઉપર વારાહી તાલુકાના ગોખાતર ગામના એક વ્યક્તિ ને બેસાડી સમી બાસ્પા માગૅ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા પીક અપ ડાલા નાં ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઈક સવાર ઉપરોક્ત ઈસમોને અડફેટમાં લઇ ટક્કર મારતાં ત્રણેય જણા રોડ પર પટકાયા હતા જેના કારણે ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચતા ધટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા તો આ અકસ્માત સર્જીને અજાણ્યા પિકઅપ ડાલા નો ચાલક પોતાનું પીકઅપ ડાલુ લઈને નાસી છૂટયો હતો. આ બાબતની સમી પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે આવી લાશ નું પંચનામુ કરી પીએમ અર્થે મોકલી આપી ને અકસ્માત સર્જીને ભાગી છૂટેલા અજાણ્યા પિકઅપ ડાલા ચાલકને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
સમી બાસ્પા માર્ગ પર રવિવારની મોડી રાત્રે બનેલા માર્ગ અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલા બે પુરુષ અને એક સ્ત્રીના પરિવારજનો ને ધટનાની જાણ થતાં પરિવાર જનોમાં ધેરા શોક ની લાગણી છવાઈ જવા પામી હતી.