જેતપુરમાં માનસિક બીમારીથી કંટાળી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું છે. જેતપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીમારીથી કંટાળી જીવનલીલા સંકેલી લેતા જેતપુરમાં અરેરાટી વ્યાપી છે.
જેતપુરના દરજી કામકરતા પેરાલિસિસ અને માનસિક બીમારીથી કંટાળી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. દરજીનું કામ કરતા આધેડે મોત વ્હાલું કરતાં પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું છે. જેતપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં રહેતા કમલેશભાઈ છગનભાઇ પીઠડીયા નામના છેલ્લા બે વર્ષથી પેરાલિસિસ પીડાતા હતા. આથી સતત માનસિક રીતે પરેશાન રહેતા હતા. આ દરમિયાન આજે સવારથી ઘરેથી નીકળી જતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જોકે જેતપુર થી ખીરસરા વચ્ચે આવેલ ગાલોળીયા નદીના પુલ નીચેથી મૃતદેહ મળી આવ્યો હતો. જેના જાણ પરિવારજનોને થતાં ઘટનાસ્થળે પહોંચી ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી.