- બંને પક્ષના પ્રશ્નો પરત્વે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી મધ્યસ્થીની ભૂમિકા અદા કરતા મંત્રીશ્રી
જામનગર સર્કિટ હાઉસ ખાતે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં મોટી ખાવડી, નાની ખાવડીના ખેડૂતો તથા જી.એસ.એફ.સી.ના અધિકારીઓ સાથેની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં મંત્રીશ્રીએ ખાવડીના ગ્રામના ખેડૂતો દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો તેમજ જી.એસ.એફ.સી.ના અધિકારીઓ દ્વારા રજૂ થયેલ બાબતો સાંભળી હતી અને બંને પક્ષે યોગ્ય નિરાકરણ આવે તે અંગેનું માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
બેઠકમાં ગ્રામજનો દ્વારા જમીન સંપાદન, ગાડા માર્ગ, સ્થાનિક રોજગારી, વળતર, કોર્ટ કેસ વગેરે બાબતોને લગતા પ્રશ્નો કૃષિમંત્રીશ્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જે તમામ પ્રશ્નોનો યોગ્ય રીતે અંત આવે તેમજ ગ્રામજનો કે કંપની કોઈને અન્યાય ન થાય તે બાબતને કેન્દ્રમાં રાખી યોગ્ય સુલેહભર્યો માર્ગ અપનાવવા મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ સ્થાનિક લોકોને વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત થાય તે દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરવા મંત્રીશ્રીએ જી.એસ.એફ.સી.ના અધિકારીઓને જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા મંત્રીશ્રી કુમારપાલસિંહ રાણા, કિસાન મોરચાના પ્રમુખશ્રી પ્રદીપસિંહ જાડેજા, ખાવડીના ખેડૂતભાઈઓ સર્વ શ્રી જાડેજા અજયસિંહ, જાડેજા અનિરુદ્ધસિંહ, જાડેજા યુવરાજસિંહ, જાડેજા ઘનશ્યામસિંહ, જાડેજા રાજભા, જાડેજા રાજેન્દ્રસિંહ, ગગજી ભાઈ રાઠોડ, જયદીપભાઈ રાઠોડ, નરેન્દ્રભાઈ પટેલ, રમેશભાઈ રાઠોડ, દિલીપભાઈ રાઠોડ, બાબુભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ જાડેજા તેમજ જી.એસ.એફ.સી.ના કંપની સેક્રેટરી શ્રી ઓસરાજાણી, યુનિટ હેડ સી.કે.મહેતા તેમજ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ જે.એમ. પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.