દાતાના સહયોગથી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બાળકોને ભર પેટ ફ્રૂટનું વિતરણ કરાયું
પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકા ના ગરીબ અને કુપોષિત બાળકો ને પૂરતું પોષણ મળી રહે , તેમનામાં રહેલ વિવિધ વિટામીનની ખામી દૂર થાય અને બાળક ભણવામાં વધુ રસ લે , ભણેલું યાદ રહે.તેમજ શાળા મા હાજરીનું પ્રમાણ વધે તેવા બહુ હેતુક આયોજન માટે શાળા દ્વારા વિવિધ પ્રયત્ન કરવા મા આવે છે.તે પૈકી ના કાર્ય ના ભાગ રૂપે બાળકો ને વર્ષ ભર વિવિધ વાનગીઓનો સ્વાદ ચાખવા મળે અને વિવિધ પોષક તત્વો નું પ્રમાણ જળવાઈ રહે તે માટે શાળા મા ભણતા બાળકોને તિથિ ભોજન દાતાઓ તરફ થી આપવામા આવે છે.
કોઈપણ વિશેષ દિવસ જેવા કે જન્મ દિવસ, નિર્વાણ તિથિ, લગ્ન તિથિ , નોકરીની જોઇન્ટ થયા તારીખ ,બાળકોનો વિશેષ અભ્યાસ માં એડમિશન વગેરે વિશેષ દિવસો ને નિમિત્ત બનાવી ને બાળકો ને વિવિધ આરોગ્ય પ્રદ વસ્તુઓ ખવડાવવા મા આવે છે તેના ભાગ રૂપે આજે અગ્રણી શિક્ષક તેમજ અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા મદારસિંહ ગોહિલના ખાસ મિત્ર હર્ષ કુમાર વિષ્ણુભાઈ પટેલ રહે.વેદ ટાઉનશીપ પાટણ અને પાયલ બેન ના લગ્ન ની આજે ચોથી લગ્ન તિથિ/ચોથી મેરેજ અનીવર્સરી હતી.એટલે આ યુગલ તરફ થી સાંતલપુર તાલુકા ની લુનીચના. ,પ્રા.શા.,ગોખાતર ગામડી પ્રા.શાળા.અને સાંતલપુરના છેવાડાના રણ ના અગરિયા મા કામ કરતા વાલીઓના બાળકોની ખીમાસર પ્રા.શા.માં તમામ બાળકો ને ભર પેટ ફ્રૂટ મોસંબી, કેળા અને સફરજન નું વિતરણ કરી બાળકોને શાળા મા જ શિક્ષકોની મદદ થી ખવડાવવામાં આવ્યા.તમામ શાળા ના બાળકો અને શિક્ષકો ખૂબ જ ખુશ થયેલ અને પરિણીત યુગલને ચોથી લગ્ન તિથિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ . શાળાના આચાર્ય શ્રી દ્વારા દાતાનો ખૂબ ખૂબ આભાર માનેલ આ કાર્યક્રમ માં ત્રણેય શાળા ના તમામ શિક્ષકો જોડાયા સંકલન મદારસિંહ ગોહિલે કરેલ. કર ભલા તો હોગા ભલા સૂત્ર સાર્થક કરેલ દાતા શ્રી હર્ષ કુમાર અને પાયલ બેન પટેલ નો આભાર વ્યક્ત કરવામાં આવેલ.