જેમાં તામિલનાડુ માં હેલિકોપ્ટર ક્રેર્સ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિર જવાનો ને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ ધોરાજી પ્રખંડ દ્વારા વિર જવાનો ને શ્રદ્ધાંજલિ તેમજ હનુમાન ચાલીસા અને રામધુન નો કાર્યક્રમ યોજાયો હતો
દલસુખભાઈ વાગડીયાએ જણાવ્યું હતું કે તામિલનાડુ હેલીકોપ્ટર ક્રેર્સ દુર્ઘટનામાં જે આપણા જવાનો જે શહીદ થયા છે. શ્રધ્ધાંજલિ રૂપે જાહેર જનતા અવેડા ચોક ખાતે શ્રધ્ધાંજલિ નો કાર્યક્રમ રાખેલો હતો આ કાર્યક્રમ ની અંદર સરકારી અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડના જવાનો અને ધોરાજી વિવિધ સામાજિક સંસ્થાઓ ના આગેવાનો અને ધોરાજી ની પ્રજાજનો ઉપસ્થિત રહી ને વિર જવાનો ને શ્રદ્ધાંજલિ આપી. શ્રધ્ધાંસુમન અર્પણ કર્યા હતા