Samay Sandesh News
ગુજરાતપાટણ

ઓમીક્રોન વેરીએન્ટના ફેલાવાને રોકવા રીવાઈઝ એસ.ઓ.પી.ની અમલવારી અનુસંધાને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું.

ઈન્ટરનેશનલ અરાઈવલ ગાઈડલાઈન” અંતર્ગત ૦૭ દિવસ હોમ કવોરન્ટાઈન ઉપરાંત વધુ ૦૭ દિવસ આરોગ્ય વિભાગના સંપર્કમાં રહી પોતાના આરોગ્યની સ્વયંમ દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી.

પ્રવર્તમાન સ્થિતિમાં વિશ્વભરમાં COVID-19ના નવા વેરીએન્ટ ઓમીક્રોનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ સંબંધમાં કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ દેશથી આવેલી વ્યક્તિઓ માટે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. ભારત સરકારશ્રી તરફથી ઓમીક્રોન વેરીએન્ટના ફેલાવાને રોકવા માટે તા.૩૦/૧૧/૨૦૨૧ના રોજ “ઈન્ટરનેશનલ અરાઈવલ ગાઈડલાઈન” અંતર્ગત બહાર પાડવામાં આવેલી રીવાઈઝ એસ.ઓ.પી.ની અમલવારી અનુસંધાને કોરોના સંક્રમણની હાલની પરિસ્થિતિને લઈ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી જરૂરી સુચનાઓ તથા પ્રતિબંધોનું પાટણ જિલ્લામાં પાલન કરાવવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ફોજદારી કાર્યરીતી અધિનિયમ- ૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ફરમાવવામાં આવ્યું છે કે, પાટણ જિલ્લાના સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં યુરોપ અને યુ.કે. સહિત સાઉથ આફ્રીકા, બ્રાઝીલ, બોત્સવાના, ચીન, મોરેશીયસ, ન્યુઝીલેન્ડ, ઝીમ્બાબ્વે, સીંગાપોર, હોંગકોંગ તથા ઈઝરાયેલ દેશથી આવેલા અને RTPCR ટેસ્ટ નેગેટીવ હોય તેવા વ્યક્તિઓએ ફરજીયાત 0૭ દિવસ માટે ‘હોમ કવોરન્ટાઈન’ થવાનું રહેશે. ભારતમાં આવ્યાના આઠમા દિવસે આરોગ્ય વિભાગે ફરીથી ટેસ્ટ કરવાનો રહેશે અને જો રીપોર્ટ નેગેટીવ આવ્યેથી સદરહું વ્યક્તિએ પછીના 0૭ દિવસમાં આરોગ્ય વિભાગના સંપર્કમાં રહી પોતાના આરોગ્યની સ્વયંમ દેખરેખ રાખવાની રહેશે. તથા હોમ કવોરન્ટાઈન થયેલ વ્યક્તિએ ફરજીયાત સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

વધુમાં તથા આરોગ્ય વિભાગે વિદેશથી આવેલ વ્યક્તિઓની જે હોમ કવોરન્ટાઈન કરવામાં આવેલ છે તેઓની નિયમીત આરોગ્ય વિષયક ચકાસણી કરવાની રહેશે તથા કોઈ લક્ષણ જણાય તો તેઓના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટેસ્ટીંગ કરવાના રહેશે તથા સંક્રમણ ન ફેલાય તે માટે જરૂરી આનુસાંગીક કાર્યવાહી હાથ ધરવાની રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા જે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોટોકોલ (SOP) / માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે તે તમામનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ જાહેરનામું પાટણ જિલ્લાના સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આગામી તા.૩૧/૧૨/૨૦૨૧ના ૨૪:૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર શખ્સ ભારતીય ફોજદારી અધિનિયમ – ૧૮૬૦ની કલમ-૧૮૮ તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ-૫૧ થી ૫૮ તથા અને / અથવા The Epidemic Diseases Act,1897 તથા તે હેઠળ ઘડવામાં આવેલા The Gujarat Epidemic Diseases, COVID-19 Regulations,2020 અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે.

આ જાહેરનામાના પ્રતિબંધોની ચૂસ્તપણે અમલવારી ગ્રામીણ વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી અને શહેરી વિસ્તારમાં મુખ્ય અધિકારીશ્રી, નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગ તથા સંબંધિત લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓએ કરાવવાની રહેશે. આ હુકમ અન્વયે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલિસ હેડ કૉન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલિસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં COVID-19ના નવા વેરીએન્ટ ઓમીક્રોનના કેસોમાં વધારો થતાં કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ દેશથી આવેલી વ્યક્તિઓ માટે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓની અમલવારી અર્થે અધિક નિયામકશ્રી(જા.આ.) આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી, ગાંધીનગરના પત્રમાં જણાવ્યા મુજબ વિશ્વ કક્ષાએ આ રોગમાં અલગ અલગ પ્રકારનો સ્ટ્રેઈન જોવા મળ્યો છે. આ રોગને કાબુમાં લેવા માટે રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાએ સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. કોવિડ-૧૯ના રોગચાળાને કાબુમાં લેવા “ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ”ના ત્રિસુત્રના સિધ્ધાંતથી આ રોગના દર્દીઓને વહેલામાં વહેલા શોધી સારવાર પર મુકવામાં આવે છે. આ બાબતે ભારત સરકારશ્રી તરફથી ઓમીક્રોન વેરીએન્ટના ફેલાવાને રોકવા માટે તા.૩૦/૧૧/૨૦૨૧ના રોજ “ઈન્ટરનેશનલ અરાઈવલ ગાઈડલાઈન” બહાર પાડવામાં આવી છે. જેથી આ અંગેની રીવાઈઝ એસ.ઓ.પી.ની અમલવારી અનુસંધાને કોરોના સંક્રમણની હાલની પરિસ્થિતિને લઈ રાજ્ય સરકાર દ્વારા જરૂરી સુચનાઓ તથા પ્રતિબંધો અમલમાં મુકવામાં આવ્યા છે. જે સુચનાઓનું પાટણ જિલ્લામાં પાલન કરાવવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

Related posts

ધોરાજીમા લગ્નમાં લિંબુ ભેટ

samaysandeshnews

જામનગર : જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને પ્રી-મોન્સુન કામગીરી અંગેની બેઠક યોજાઇ

cradmin

Surat: કડોદરાની કુરિયર કંપનીનાં ગોડાઉનમાંથી ગાંજાનાં વધુ બે પાર્સલ મળ્યાં

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!