Samay Sandesh News
ગુજરાતજામનગર

કોરોના મહામારી માં મૃત્યુ પામેલા મૃતકોના પરિવાર ને ૪ લાખ રૂપિયા નું વળતર મળે…..

આજરોજ તા.5/1/2022  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષશ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ સૂચના અનુસાર જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષશ્રી જીવણભાઈ કુંભરવાડીયા સાહેબ ની આગેવાની માં લાલપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાઈક રેલી સ્વરૂપે લાલપુર ગ્રામ્ય મામલતદાર કચેરીએ કોરોના મહામારી માં મૃત્યુ પામેલા મૃતકોના ના પરિવાર ને ૪ લાખ રૂપિયા નું વળતર મળે તે માટે જિલ્લા કૉંગ્રેસ દ્વારા કોવિડ 19 યાત્રા અંતર્ગત જે ફોર્મ અગાઉ ભરેલા હતા તે ફોર્મ ની નકલો સાથે આવેદનપત્ર આપવામાં  આવ્યું.

આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કૉંગ્રેસ પ્રમુખશ્રી જીવણભાઈ કુંભરવાડીયા, જામજોધપુર/લાલપુર ના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ કાલરીયા, લાલપુર તાલુકા પ્રમુખ દેવસીભાઈ બેડીયાવદરા, લાલપુર તાલુકા પંચાયતના વિરોધ પક્ષ નેતા જયપાલસિંહ જાડેજા, જિલ્લા ઉપપ્રમુખ પ્રદ્યુમ્નસિંહ જાડેજા, જિલ્લા મંત્રી ચંદ્રસિંહ જાડેજા તથા અનોપસિંહ જાડેજા જિલ્લા પંચાયતના સદસ્ય ખીમજીભાઈ ધોળકીયા, લાલપુર કિસાન સેલ ના પ્રમુખ પ્રફુલભાઈ બોળા, જ્યેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઇ અઘેરા, મુકેશભાઈ નેસડીયા, ભાવેશભાઈ ડગરા, રાજુભાઇ ડાભી, દેવાભાઈ ગમારા, રફીકભાઈ દોદેપુત્રા, એ.પી વાછાણી, હીરાભાઈ ખરા, સની પટેલ તથા લાલપુર તાલુકા ના કાર્યકરો, આગેવાનો તથા કોરોના મહામારી માં મૃત્યુ પામેલા લોકો ના પરિવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

બિલખામાં પૂ. ગોપાલાનંદજી બાપુની ત્રીજી પુણ્યતિથિ નિમિતે ભંડારો અને ભાવ ભજન ભક્તિનું આયોજન….

samaysandeshnews

રોટરી ક્લબ ઓફ જામનગર-છોટી-કાશી દ્વારા ની:શુલ્ક બ્લડ-સુગર ટેસ્ટ કેમ્પ

samaysandeshnews

કૌશલ્યવર્ધન દ્વારા યુવાનોને રોજગારીની વિપુલ તકો પૂરી પાડવા રાજ્ય સરકાર કટીબદ્ધ – સાંસદશ્રી ભરતસિંહજી ડાભી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!