દેવભૂમિ દ્વારકામાં 20 એપ્રિલના શુભ દિવસે અક્ષય તૃતીયાનો પાવન ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશ મંદિર ખાતે દર્શનાર્થે પહોંચે તેવી સંભાવના છે. જેને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા દર્શન વ્યવસ્થામાં ખાસ ફેરફારો કરવામાં આવ્યા છે.
સવારે દર્શન સમય અને આરતી કાર્યક્રમ
-
સવારે 6:30 વાગ્યે મંગલા આરતી સાથે દિવસની શરૂઆત થશે
-
ત્યારબાદ સવારે 8:00 થી 9:00 વાગ્યા સુધી અભિષેક પૂજન દરમિયાન દર્શન બંધ રહેશે
શૃંગાર અને ભોગ દરમિયાન દર્શન બંધ
-
સવારે 10:00 વાગ્યે શૃંગાર આરતી
-
10:15 વાગ્યે ગ્વાલા ભોગ દરમિયાન દર્શન બંધ રહેશે
-
ત્યારબાદ બપોરે 12:00 વાગ્યા સુધી ચંદન વાઘા શૃંગારને કારણે પણ દર્શન બંધ રહેશે
ઉત્સવ આરતી અને રાજભોગ
-
12:00 વાગ્યે ઉત્સવ આરતી યોજાશે
-
12:45 વાગ્યે રાજભોગ બાદ
બપોરે 1:30 થી 5:00 વાગ્યા સુધી દર્શન સંપૂર્ણ બંધ રહેશે
સાંજનો દર્શનક્રમ યથાવત
સાંજના સમયમાં દર્શનક્રમ નિયમિત પ્રમાણે ચાલુ રહેશે, જેથી ભક્તો સાંજના સમયે પણ દર્શનનો લાભ લઈ શકે.
ભક્તો માટે મહત્વપૂર્ણ સૂચના
ઉત્સવને ધ્યાનમાં રાખીને ભક્તોને આગોતરા આયોજન કરીને દર્શન માટે આવવા વિનંતી કરવામાં આવી છે, જેથી અનાવશ્યક ભીડ અને અવ્યવસ્થા ટાળી શકાય.
3








