Home » શહેર » પાટણ » પાટણ જીલ્લા વન વિભાગ દ્ધારા નવ તાલુકાઓમાં ઘાયલ પક્ષીઓના સારવાર કેન્દ્રોની વ્યવસ્થા ઉભી કરાઈ

પાટણ જીલ્લા વન વિભાગ દ્ધારા નવ તાલુકાઓમાં ઘાયલ પક્ષીઓના સારવાર કેન્દ્રોની વ્યવસ્થા ઉભી કરાઈ

  • ઉતરાયણ પર્વને લઈ પક્ષીઓના બચાવ માટે કામગીરી શરૂ કરાઈ

રાજ્યમાં દર વર્ષે 10 મી જાન્યુઆરીથી 20 મી જાન્યુઆરી દરમ્યાન ઉતરાયણ પર્વ દરમ્યાન અોછામાં અોછી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થાય તેમજ ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવા હેતુસર કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે ત્યારે પાટણ જીલ્લા વન વિભાગ દ્ધારા અધિક નિવાસી કલેક્ટરની અધ્યક્ષતામાં કરુણા અભિયાનની મિટીંગ અગાઉ યોજવામાં આવી હતી ઉતરાયણ નજીક અાવતા ચાલુ વર્ષે પણ પાટણ જીલ્લાના તમામ તાલુકામાં વન વિભાગ દ્ધારા ઘાયલ પક્ષીઓના કલેક્શન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે જે તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમ્યાન સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી કાર્યરત રહેશે.

પશુપાલન વિભાગ દ્ધારા પશુ પોલિકિનીક , પશુ દવાખાના , ફરતા પશુ દવાખાના મારફતે ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે નોંધનિય છે કે ઉતરાયણ પર્વ દરમ્યાન ચાઈનીઝ દોરી,નયલોન કે સિન્થેટીક દોરાનો ઉપયોગ ના થાય તે માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973ની કલમ 144 હેઠળ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે જયારે ચાલુ વર્ષે ઘાયલ પક્ષીઓને નજીકના કેન્દ્રો પરથી તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હેલ્પલાઈન નંબર 8320002000 પર કરૂણા ટાઈપ કરવાથી નજીકના સારવાર કેન્દ્રની માહિતી મેળવી શકાશે તદ ઉપરાંત હેલ્પલાઈન નંબર 1962 ની મદદ પણ લઈ શકાશે જયારે અબોલ પક્ષીઓ અોછામાં અોછા ઘાયલ થાય તે માટે શાળઅોના બાળકોને માહિતગાર કરવા પાટણ જીલ્લા વન વિભાગની કરૂણા અભિયાનની વિડીયો ક્લિપ બાળકો સુધી પહોંચે તે માટે પણ શિક્ષણ વિભાગ દ્ધારા કાર્યવાહી કામગીરી હાથ ધરવામાં આવ છે તેવુ પાટણ જીલ્લા વન વિભાગના અધિકારીઅે વધુમાં જણાવ્યું હતું…..!

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

ક્રિકેટ સ્કોર
હવામાન અપડેટ
રાશિફળ