Samay Sandesh News
ગુજરાતજુનાગઢ

જૂનાગઢ જિલ્લાના ગામડાઓને જુનાગઢ જિલ્લા પંચાયતે 300 વીસીઈ ને બાયોમેટ્રીક ડીવાઈઝ આપ્યા

  • 300 બાયોમેટ્રીક ડીવાઈઝ સુવિધાની પહેલ કરનાર જુનાગઢ રાજ્યમાં પ્રથમ જિલ્લો બન્યો
  • ગામડામાં રહેતા લોકોને શ્રમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ જેવા કામો માટે તાલુકા મથકના ધકકા નહિ ખાવા પડે

જુનાગઢ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા દર વર્ષે જિલ્લા પંચાયતની આયુષ્યમાન ગ્રાન્ટ પરત જતી રહેતી જેનો સદુપયોગ કરી અને આ ડિવાઇસ ખૂબ જ ઓછા ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો અને દરેક ગ્રામ્ય કક્ષાએ ગામડામાં બેઠા-બેઠા લોકોના કામ થઈ જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતું ઉપરાંત લોકોને સાત-બાર , આઠ-અ, પાણી પત્રક જેવા કામો હવે ગ્રામ પંચાયત માંથી નીકળી ન શકતા એ હવે બાયોમેટ્રીક ડીવાઈઝ આવી જતાં ખૂબ જ સહેલું થઇ જશે એક ડીવાઈઝ ની કિંમત 2800 ની છે.  આ ડીવાઈઝ 8.40 લાખના ખર્ચે 300 ગામના લોકોને આપવામાં આવ્યા છે .અને સરકારી કામ માટે હવે તાલુકા મથકે ધક્કા ખાવાની પળોજણમાંથી પણ મુક્તિ મળી છે.

ગામડામાં રહેતા લોકો માટે શ્રમ કાર્ડ આયુષ્યમાન કાર્ડ અને રેશનકાર્ડ મા નામ ચડાવવા અને કમી કરાવવા માટે તાલુકા પંચાયતે અથવા મામલતદાર કચેરીએ ધક્કા ખાવા પડતા હતા .અને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડતું હતું ઉપરાંત લાઈટ બિલ પણ કોઈને મોબાઈલ થી સીધા કરતાં આવડે તો ઠીક છે બાકી એના માટે પણ સબડિવિઝન કચેરી એ ધક્કો ખાવો પડતો હતો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લા પંચાયતના ગામડામાં રહેતા લોકોને તાલુકામથક ધક્કો ખાવો ન પડે અને લોકોના સમયનો બચાવ થાય તે માટે 300 બાયોમેટ્રિક થંબલ ઇમ્પ્રેશન ડિવાઇઝ ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈને આપવામાં આવ્યા છે.વધુમાં જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખે જણાવ્યું હતું કે હવે ટૂંક સમયમાં જૂનાગઢ જિલ્લાના બાકી રહેલા 93 ગામોમાં પણ આ ડિવાઇસ પુરા કરી દેવામાં આવશે જેથી જૂનાગઢ જિલ્લાના તમામ ગ્રામ પંચાયતો બાયોમેટ્રીક ડીવાઈઝ બનનાર ગુજરાત માં પ્રથમ જિલ્લો બનશે.આ સુવિધાઓ નો લાભ લેતા ગ્રામજનો ,અને સરપંચ ગણ દ્વારા પણ જીલ્લા વિકાસ અધિકારી મિરાંત પારેખ,જૂનાગઢ જીલ્લા પંચાયત ના પ્રમુખ શાંતાબેન ખટારિયા અને જૂનાગઢ જીલ્લાં પંચાયત વિભાગ નો આભાર માન્યો હતો .અને ગામડાઓને વિકાસ કાર્યોમાં હંમેશા મદદરૂપ થાય તેવી આશા વ્યક્ત કરી હતી…

Related posts

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની સાદગીનું વધુ એક વલણ જોવા મળ્યું…

samaysandeshnews

પાટણ : પોલીસ ઉપર જાનથી મારી નાખવાના ઇરાદે છરી વડે હુમલો કરનાર આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડતી એલસીબી પાટણ

cradmin

પાતાપુર ગામે કિરીટ પટેલ નું કરાયું અદકેરું સન્માન

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!