Samay Sandesh News
ગુજરાત

અંબાજી ના બજારો બંધ, જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે આ ગામ ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે તાજેતરમાં ગુજરાતના ધંધુકા ખાતે કિસન ભરવાડ નામના યુવકની વિધર્મી લોકો દ્વારા હત્યા કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ગુજરાતના લોકપ્રિય ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ મૃતકના પરિવારને મળીને ઝડપી ન્યાય મળે અને આરોપી પકડાય તે માટે ઝડપી કામગીરી કરતા મૌલવી સહિત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય ગુજરાતના રાધનપુર વિસ્તારના શેરગઢ ગામની યુવતીની ઘરમાં પહોચીને વિધર્મી દ્વારા હુમલો કરવામાં આવતા ગુજરાત મા ભારે રોષ ફેલાયો હતો જેને પગલે ગુજરાતનાં વિવિધ વિસ્તારો બંધ રાખીને રોષ વ્યક્ત કર્યો હતો.


આજે અંબાજી ધામ વહેલી સવારથી બંધ રહ્યું હતું બપોર સુધી અંબાજીના બજારો બંધ રહ્યા હતા અને પરશુરામ મહાદેવ ખાતે અંબાજીના વેપારી ને આજુબાજુ ના ગામજનો ભેગા થઈને જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવ્યું હતું અંબાજી માં હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અંબાજી ના તિલક રેલી જેમાં વિધર્મી લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

Related posts

કચ્છ : ભારતીય કોસ્ટગ્યુર્ડ દ્વારા સંક્ષિપ્ત-એરિયા લેવલ PR કસરત અને મોકડ્રિલ

cradmin

પાટણમાં ભાજપ દ્ધારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

samaysandeshnews

કોડીનાર અંબુજા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા સફળ ઓપરેશન બેટ દ્વારકાના સુગરાબેન પટેલિયા ના બંને થાપા સાંધાનું સફળ ઓપરેશન કરાયું…

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!