Samay Sandesh News
ક્રાઇમગુજરાતજુનાગઢ

જૂનાગઢના મજેવડી ગામે લુંટના ઇરાદે બેરહેમી થી મારમારી અંદાજે 20.88 લાખ સોના ચાંદી માં દાગીના અને રોકડ ચોરી કરનાર એક મહિલા સહિત ચાર આરોપીને ઝડપી પાડતી જૂનાગઢ તાલુકા પોલીસ

જૂનાગઢ તાલુકાના મજેવડી ગામ ખાતે રહેતા અને ખેતી કામ કરતા સવજીભાઈ ગોકળભાઈ મકવાણા જાતે દેવીપૂજક રાત્રીના સમયે પોતાના ઘરે એકલા સુતા હતા, તે દરમિયાન આરોપીઓ ,રાહુલ રમેશભાઈ દેવીપૂજક અને ,ભરત પ્રેમજીભાઈ કોળી ચોરીના ઇરાદે ઘરમાં ઘૂસી ઊંઘમાં સૂતેલા રવજીભાઈ ને મોઢા ઉપર ઢીકા મારી, મારી નાખવાના ઇરાદે પગ પકડી, ગળું દબાવી, મોઢા ઉપર કપડાનો મૂંગો દઈ, મારી નાખવાની ધમકી આપી, રોકડ રૂ. 8,78,000,12,00,000/- લાખ સોનાના 40 તોલા દાગીના, ચાંદીના 200 ગ્રામ દાગીના કિંમત રૂ. 10,000/- મોબાઈલ ફોન મળી, કુલ રૂ. 20,88,500/- લાખ ની લૂંટ કરી નાસી ગયા હતા ,અને ફરિયાદી સવજીભાઈ ગોકળભાઈ મકવાણા ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા,અને બીજે દિવસે ભાનમાં આવતા, તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એમ.ગોહિલ તથા સ્ટાફ દ્વારા ચોરી કરનાર ઇસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

સિનિયર સીટીઝન સાથે બનેલ માતબર રકમના લૂંટ અને ખૂનની કોશિશના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ, લૂંટના આરોપી આરોપીઓ રાહુલ રમેશભાઈ સોલંકી , ભરત પ્રેમજીભાઈ દલસાણીયા , રઝીયાબેન ઉર્ફે હાજુબેન યુનુસભાઈ ફકીર ,દિનેશ મણીભાઈ દેવીપૂજક ની સંડોવણી ખુલતા ક્રાઇમ બ્રાન્ચ તેમજ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા l આરોપીઓને ટેક્નિકલ સોર્સ આધારે માહિતી મેળવી, પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી. પકડાયેલ ચારેય આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન લૂંટમાં ગયેલ સોના ચાંદીના દાગીના, રોકડ રકમ રૂ. 1,63,400/- તેમજ ગુન્હામાં વાપરેલ મોટર સાયકલ સહિત કુલ રૂ.15,63,400/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો. આગળની તપાસ તાલુકા પીઆઈ એ.એમ.ગોહિલ આ સારી કામગીરી ક્રાઇમ બ્રાન્ચ ના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી સાહેબ તથા જુનાગઢ તાલુકા પો.સ્ટે ના પો.ઇન્સ એ.એમ.ગોહીલ સાહેબ તથા ક્રાઇમ બ્રાન્ચ ના પો.સબ.ઇન્સ ડી.જી.બડવા સાહેબ તથા તાલુકા પો.સ્ટેના પો.હેડ.કોન્સ. મેહુલભાઇ મકવાણા તથા ભદ્રેશભાઇ રવૈયા તથા રામભાઇ ગળચર તથા પો.કોન્સ રાહુલભાઈ ઝણકાટ તથા જાદવભાઈ સુવા તથા વિક્રમભાઈ પરમાર તથા સુભાષભાઈ કોઠીવાળ તથા પરેશભાઇ વરૂ તથા જેતાભાઇ દીવરાણીયા તથા વીજયભાઇ ચાવડા તથા દીપકભાઇ ચૌહાણ તથા અજયભાઇ પારધી તથા બીનાબેન સરવૈયા તથા ક્રાઇમ બ્રાન્ચના પો.હેડકોન્સ શબ્બીરખાન બેલીમ તથા પો.કોન્સ દિપકભાઈ બડવા તથા દિવ્યેશભાઈ ડાભી તથા દેવશીભાઈ નંદાણીયા તથા ભરતભાઇ ઓડેદરા તથા વીણાબેન નાઓ પો.સ્ટાફ સાથે રહી કામગીરી કરવામાં આવેલ હતી અને પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા ગુન્હાની કબૂલાત કરવામાં આવેલ છે અને આરોપી રાહુલ સાડીઓમાં ભરતકામની મજૂરી કરતો હોય, અવાર નવાર સાડીઓ લેવા ત્રાકુંડા ગામે આરોપી રઝિયાબેન પાસે જતો હોય, બંનેની આંખ મળી જતા, બને વચ્ચે પ્રેમસંબંધ થયેલ હતો. આરોપી રાહુલ ભૂતકાળમાં ફરિયાદી સવજીભાઈ મકવાણા પાસે ઉછીના રૂ. 20,000/- લેવા ગયેલ ત્યારે ફરિયાદી સવજીભાઈ મકવાણા પાસે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમનો દલ્લો હોવાની વિગત જાણવા મળેલ હતી. આરોપી રાહુલ અને રઝિયાબેન વચ્ચે પ્રેમસંબંધ હોઈ, બંનેને રૂપિયાની જરૂરિયાત હોઈ, આરોપી ભરત કોળી અને દિનેશ દેવીપૂજક સાથે મળી, ફરિયાદીને મોતને ઘાટ ઉતારી, સોના ચાંદીના દાગીના રોકડ લૂંટ કરવાનો પ્લાન બનાવી, તમામ આરોપીઓએ સાથે મળી, ગુન્હો આચરેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ છે….._

આ ગુન્હામાં પકડાયેલા આરોપીઓ દ્વારા બાકીનો મુદામાલ કયા રાખેલ છે..? ફરિયાદીને શા કારણે લૂંટ કરવા ટાર્ગેટ કરવામાં આવેલ છે…? ગુન્હો કરતી વખતે શુ શુ પુરાવો છોડલ છે…? જ્યા જ્યા થઈ પસાર થયેલ ત્યાં સીસીટીવી કેમેરા ફૂટેજ છે કે કેમ…? વિગેરે મુદ્દાઓ પૂછપરછ હાથ ધરી, દિન 07 પોલીસ રિમાન્ડ મેળવવા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા, નામદાર કોર્ટ દ્વારા દિન 03 ના પોલીસ રિમાન્ડ મંજુર કરતા હાથ ધરવામાં આવેલ છે…

Related posts

પાટણ : ચાણસ્મા તાલુકાના ધરમોડા નજીક કાર ચાલકે બાઈકને ટક્કર મારતા એકનું મોત એક ઘાયલ.

cradmin

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સોખડાના હરિપ્રસાદ સ્વામિના અક્ષરવાસ પર થતા પાઠવ્યો શોક સંદેશ, જુઓ વિડીયો

cradmin

હળવદની ખાનગી હોસ્પિટલમાં ગતરાત્રીના વિચિત્ર બાળકનો જન્મ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!