- ઝડપની મજા મોતની સજા : ટ્રાફિક નિયમો પાળવા જાગૃતિ કેળવવાનો પોલીસનો પ્રયાસ
હળવદમા પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક અંગે અવેરનેસ આવે તે માટે દર વર્ષે ટ્રાફિક જાગૃતિ અભિયાનનુ આયોજન કરવામા આવતું હોય છે ત્યારે આજે શહેરના સરા ચોકડીએ તેમજ ડૉ.બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે બેનરો સાથે પોલીસ જવાનો,હોમગાર્ડ અને ટીઆરબીના જવાનોએ વાહનચાલકોને જાગૃત કર્યા હતા.
હળવદ પોલીસ દ્વારા ટ્રાફિકની જાગૃતિ માટે સરા ચોકડી,ડૉ બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઝડપની મજા મોતની સજા, વળાંક પર વાહનો ધીમે ચલાવવા અને દ્રિચક્રી વાહનો પર હેલમેટ પહેરવા જેવા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે તેમજ વાહનોને લગતા નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી હતી અને વાહન અકસ્માતો ન થાય તે માટે તકેદારી રાખી વાહનો ચલાવવા સૂચનો તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો સાથે વધુમાં પીઆઈ કે.જે માથુકીયાએ જણાવ્યું હતું કે ટ્રાફિક સમસ્યા નિવારણ માટે તેમજ ટ્રાફિક અવેરનેસ જરૂરી છે જે આજે હળવદ શહેરમાં સરા ચોકડીએ તેમજ ડૉ.બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે બેનરો રાખી વાહનચાલકોને જાગૃત કરવામાં આવ્યા હતા તો સાથે વધુમાં લોકો જાગૃત બને તે માટે કાર્યક્રમ કરવામાં આવશે ત્યારે આજે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમમા પીઆઈ કે.જે માથુકીયા પીએસઆઈ આર.બી ટાપરીયા,વી.આર શુકલા સહિત પોલીસ જવાનો અને ટીઆરબીના જવાનો હાજર રહ્યાં હતાં.