સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ બાદ શહેરમાં ચાલતા કપલ બોક્સને લઈને સવાલો ઉભા થયા હતાં. હત્યાનો આરોપી ફેનિલ કપલ બોક્સ કાફે ચલાવતો હોવાની પોલીસને રજૂઆત થઈ હતી. આથી પોલીસે આવા કપલ બોક્સ અંગે માહિતી આપવાનું કહેતા જ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસને સાથે રાખીને પુણા કેનાલ રોડ પર પોલારિસ શોપિંગ સેન્ટરમાં મીટ મી નામનાં કાફેમાં રેડ કરવામાં આવી હતી.જેમાં કાફેના માલિકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. સાથે CCTVનું ડીવીઆર જપ્ત કર્યું હતું.
પુણા વિસ્તારમાં કાફેની આડમાં ધમધમતા કપલ બોક્સને લઈ VHP દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પુણા કેનાલ રોડ પર પોલારિસ શોપિંગ સેન્ટરમાં મીટ મી નામના કાફેમાં ગોરખધંધા ચાલતાં હતા. જેથી વીએચપી દ્વારા પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરાવવામાં આવી હતી.કાફેનાં માલિકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો સાથે CCTVનું ડીવીઆર કરવામાં આવ્યું છે.કમલેશ ક્યાડાએ જણાવ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી છે. સુરતમાં ચાલતાં તમામ ગેરકાયદેસર કાફે પોલીસ બંધ નહી કરાવે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેડ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ગતરોજ સુરત શહેરનાં અગ્રણીઓ દ્વારા પોલીસ કમિશનરને કપલ બોક્સ અને સ્મોકિંગ ઝોન બંધ કરાવવા બાબત રજૂઆત કરાઈ હતી.