તા .૧૪ / ૦૨ / ૨૦૨૨ ના રાત્રી દરમ્યાન ફરીયાદીશ્રી મીનબહાદુર હિમબહાદુર નેપાળી ની જામનગર પટેલ કોલોની શેરી નંબર- ૯ મા આવેલ “ જે.કે.ફુડ ઝોન ” ની દુકાન તથા સાહેદઃ – કેવલ વિનોદભાઇ કણસાગરા ની ” ન્યુ પટેલ સ્વીટ એન્ડ ફરસાણ ” દુકાના તાળા તોડી બન્ને દુકાનમાથી રોકડ રૂ .૧,૨૯,૦૦૦ / – તથા ડીવીઆર -૦૨ કિ.રૂ .૮,૦૦૦ / – તથા મોબાઇલ ફોન -૧ કિ.રૂ. ૯,૦૦૦ / – મળી કુલ રૂ .૧,૪૬,૦૦૦ / -ની ઘરફોડચોરી નો અંગેનો બનાવ બનેલ જે ગુનો વણશોધાયેલ હતો , જે બાબતે જામ સીટી બી.ડીવી પો.સ્ટે ગુ.ર.નંબર -૧૧૨૦૨૦૦૯૨૨૦૨૭૩ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૪,૪૫૭ , મુજબ નો ગુનો નોંધાયેલ હતો.
ઉપરોકત ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢવા અંગે પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંહ સાહેબ રાજકોટ વિભાગ – રાજકોટ નાઓની સૂચના તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય નાઓના સિધા માર્ગદર્શન હેઠળ ઘરફોડ ચોરીનો અનડીટેક ગુનો શોધી કાઢી , તેમા સંડોવાયેલ આરોપીને તાત્કાલીક પકડી પાડવા સૂચના કરવામા આવેલ , જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ – જામનગર ના પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.એસ.નિનામા નાઓની દેખરેખ હેઠળ એલ.સી.બી. ના પો.સબ ઇન્સ શ્રી આર.બી.ગોજીયા તથા શ્રી બી.એમ.દેવમુરારી નાઓ તથા એલ.સી.બી. સ્ટાફ ની અલગ અલગ ટીમો બનાવી સ્થળ મુલાકાત લઇ બનાવ વાળી જગ્યા આજુબાજુ તથા રોડ ઉપરના સી.સી.ટી.વી.ફુટેજ તેમજ ટેકનીકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરવામા આવેલ.
ઉપરોકત ટીમો દ્વારા અલગ અલગ દિશામા તપાસ ચાલુ હતી , તે દરમ્યાન એલ.સી.બી. હિતેન્દ્રસિંહ જાડેજા સંજયસિંહ વાળા , દિલીપભાઇ તલાવડીયા નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદાર થી હકિકત મળેલ કે , સદરહુ ઘરફોડ ચોરીમા જામનગર ગુલાબનગર વિસ્તારમાં રહેતા નરેશભાઇ ઉર્ફે લાલો ગોંવિદભાઇ પરમાર નાઓની સંડોવણી હોવા અંગેની ગુપ્ત રાહે માહિતી મળતા મજકુર ઇસમની તપાસ કરતા મજકુર ઇસમ ગુલાબનગર બસ સ્ટેન્ડ પાસેથી ઉપરોકત ઘરફોડ ચોરીમા ગયેલ મુદામાલ સાથે મળી આવતા તેઓને મળી હસ્તગત કરવામા આવેલ છે . મજકુર ઇસમની પ્રાથમિક પુછપરછ દરમ્યાન પોતે ઉપરોકત સહિત અન્ય બે ચોરીઓ કરેલ હોવાની કબુલાત કરેલ છે.મજકુર વિરૂધ્ધ પો.સબ ઇન્સ શ્રી બી.એમ.દેવમુરારી ના ઓએ કાયદેસર કાર્યવાહી કરેલ છે . > આરોપી- નરેશભાઇ ઉર્ફે લાલો ગોંવિદભાઇ પરમાર ધંધો મજૂરી રહે . જામનગર ગુલાબનાગર શાકમાર્કેટ પાસે , મુળ ગામ તાલાળા નાકે , ભાલકા મંદિર પાસે , વેરાવળજી ગીરસોમનાથ ના કબ્જામાથી રોકડ રૂ .૫૬,૫૦૦ / તથા મોબાઇલ ફોન -૯૦૦૦ / – તથા DVR -૧ કિ.રૂ. ૪૦૦૦ / મળી કુલ રૂ . ૬૯,૫૦૦ / – કબ્જે કરવામા આવેલ છે .
મજકુર ઇસમે નીચે મુજબની ચોરીઓ કરેલ છે . ( ૧ ) આજથી આશરે બે મહિના પહેલા જામનગર નાગનાથ ચોક પાસે આવેલ ” સુરેશ ફરસાણ ” ની દુકાન ના શટર ઉચકાવી રોકડ આશરે ૨૨ હજાર રૂપીયા ની ચોરી કરેલ ( ર ) આજથી એકાદ મહિના પહેલા ત્રણ બતી પાસે ઝુલેલાલ મંદિર પાસે વેલ ફરસાણ ની દુકાનુ શટર ઉંચકી રોકડ આશરે ૫ હજારની ચોરી કરેલ . આમ જામનગર પોલીસ દ્વારા ઘરફોડ ચોરીનો અનડીટેઇક કેસ , હોય અને ૨૪ કલાકમા શોધી કાઢી પ્રસંશ નિય કામગીરી કરવામા આવેલ છે . સારી કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓ શ્રી.એસ.એસ.નિનામા પોલીસ ઇન્સ ઓની દેખરેખ હેઠળ ,. પો..સ.ઇ શ્રી આર.બી.ગોજીયા , પો..સ.ઇ શ્રી.બી.એમ.દેવમુરારી ,
એલ.સી.બી. સ્ટાફ સંજયસિંહ વાળા , હરપાલસિંહ સોઢા , અશ્વિનભાઇ ગંધા , ભરતભાઇ પટેલ , શરદભાઇ પરમાર , દિલીપભાઇ તલવાડીયા , યશપાલસિંહ જાડેજા , હિતેન્દ્રસિંહ જાડેજા , દોલતસિંહ જાડેજા , હીરેનભાઇ વરણવા , ભગીરથસિંહ સરવૈયા , હરદિપભાઇ ધાધલ , વનરાજભાઇ મકવાણા , ધાનાભાઇ મોરી , ખીમભાઇ ભોચીયા , ફીરોજભાઇ ખફી , શીવભદ્રસિંહ જાડેજા , નિર્મળસિંહ જાડેજા , યોગરાજસિંહ રાણા , કિશોરભાઇ પરમાર , બળવંતસિંહ પરમાર , લખમણભાઇ ભાટીયા , સુરેશભાઇ માલકીયા , ધમેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી દ્વારા કરવામા આવેલ છે.