Samay Sandesh News
ગુજરાતરાજકોટ

ધોરાજીમાં રૂષિ ઓટોમોબાઈલ નામની દુકાન ધરાવતા ભાવેશભાઇ ગોવાણીનું દુઃખદ અવસાન થતા પરીવારજનોએ ચક્ષુદાન કર્યુ

  • સેવાકીય પ્રવૃત્તિઓની નેમ ધરાવનાર માનવસેવા યુવક મંડળને બાવિસમું ચક્ષુદાન અર્પણ થયું રાજકોટની સરકારી જી. ટી. શેઠ આંખની હોસ્પિટલ ખાતે ચક્ષુઓ પહોંચાડાયા.

ધોરાજીમાં પ્રશાંત પેટ્રોલ પંપ ચોક પાસે રૂષિ ઓટોમોબાઈલ નામની દુકાન ધરાવતા અને મુળ સુપેડી ગામના ભાવેશભાઇ ગોવાણીનું દુ:ખદ અવસાન થતાં એક સારી વ્યક્તિ ગુમાવ્યાની કડવા પાટીદાર સમાજને ખોટ પડી છે ભાવેશભાઇનું દુઃખદ અવસાન થતાં સમાજમાં શોકનું વાતાવરણ છવાયું છે છતાં ઈશ્વર ઈચ્છા બળવાન સમજી સ્વ. ભાવેશભાઇનાં દિકરા સહિત પરીવારજનોએ સ્વર્ગસ્થ ભાવેશભાઇ ગોવાણીનાં ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો અને માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્દ્ર બાબરીયા સાગર સોલંકી ને જાણ કરવામાં આવી અને ધોરાજી સિવીલ હોસ્પિટલનાં ડોક્ટર રાજ બેરા તેમજ અંકીતાબહેન પરમાર દ્વારા સરકારી નિયમ મુજબ ભાવેશભાઇનાં ચક્ષુઓ લઈ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ સુધિરભાઈ પાડલીયા, પેરી કાથરોટીયા, શિક્ષણવિદ હિતેષભાઇ ખરેડ, જીલ્લા પંચાયત સભ્ય વિરલભાઈ પનારા, સમીરભાઈ કાલરીયા, કૈલાસભાઈ ભૂત, દિનેશભાઈ ડેડકીયા, બિપીનભાઈ સુતરીયા, ચુનીભાઈ બેરા, ગૌતમ અઘેરા, વિજય અઘેરા, હર્ષ અંટાળા સહિતના ની હાજરીમાં માનવસેવા યુવક મંડળને ચક્ષુદાન અર્પણ કરાયા હતા અને ચક્ષુઓ રાજકોટની સરકારી જી, ટી, શેઠ આંખની હોસ્પિટલ ખાતે માનવસેવા યુવક મંડળ દ્વારા પહોંચતા કરવામાં આવ્યા હતા. ધોરાજી સિવીલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જયેશભાઈ વસેટીયન સહિતના મેડિકલ સ્ટાફે સ્વર્ગસ્થ ભાવેશભાઇનાં ચક્ષુઓનું દાન કરાતા તેમના પરીવારજનો ની સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી હતી અને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે ચક્ષુદાનથી બે લોકોના અંધકારમય જીવનમાં રોશની આપી શકાય છે. પરીવારના સભ્યનાં અવસાનથી મોટી ખોટ પડે છે, પરંતુ મનુષ્ય માત્ર ને આ સત્ય સ્વીકારવું રહ્યું અને ચક્ષુદાન એ મહત્ત્વનું દાન કરી મનુષ્યજ મનુષ્ય નાં દુઃખના સહભાગી બની શકે છે.

Related posts

પાટણ : એક ગેર કાયદેસર હથિયાર દેશી બનાવટની બંદુક સાથે બે ઇસમોને પકડી પાડતી વારાહી પોલીસ

cradmin

રાપર તાલુકાના કારુડા ગામ ની પ્રાથમિક શાળા ના શિક્ષકો નો અનોખો ચકલી પ્રેમ

samaysandeshnews

Suicide : જામનગર ના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં ત્રણ માસની માસુમ બાળકી અને પાંચ વર્ષના પુત્ર નો આત્મહત્યાનો પ્રયાસ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!