જેતપુરમાં આજરોજ તાલુકા બ્રહ્મ સમાજના અગ્રણીઓની એક બેઠક મળી હતી જેમાં તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ,હોદેદારો તેમજ મહિલા અને યુવા પાખંના તમામ હોદેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી.
જેતપુરમાં આજરોજ મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલ સ્ટેન્ડ ચોક ખાતે સ્વામી નારાયણ મંદિર ના.પૂજ્ય નીલકંઠ સ્વામીના આશીર્વચન તેમજ આશીર્વાદ સાથે તમામ જેતપુરની કારોબારી સમિતિ તેમજ યુવા ટિમ તેમજ મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મેઈન બોડીમાં હિતેશભાઈ રાવલ પ્રમુખ પદે સર્વાનુમતે ચૂંટાયા હતા તેમજ અન્ય કારોબારીના હોદા આપ્યા હતા.
ઊપરાંત મહિલા મંડળમાં નીતાબેન દિલીપભાઈ મહેતાની નિમણુંક થઈ હતી તેમજ કારોબારીની નિમણુંક કરવામાં આવી હતી ઊપરાંત યુવા પાંખમાં હિરેનભાઈ જોષીની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી હતી ઉપરાંત ઉપ પ્રમુખ,મંત્રી,ખજાનચી સહિતના તમામ પાંખમાં હોદેદારો નિમાયા હતા.