Samay Sandesh News
ગુજરાતજુનાગઢટોપ ન્યૂઝ

મહાશિવરાત્રી મેળો યોજાવા જઇ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ

બે વર્ષ બાદ મહાશિવરાત્રી મેળો યોજાવા જઇ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ ,સાધુ સંતોના આગમન સાથે ધુણાની તૈયારી અને એસ.ટી.નિગમ અને પોલીસ વિભાગ દ્વારા નવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે.

શિવરાત્રી ને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે સાઘુ-સંતોના મીની કુંભ ગણાતા આ મેળામાં દુર દુરથી મહાત્‍મા ઓ આવી ૫હોચ્‍યો છે અને પોત પોતાના કાર્યોમાં વ્‍યસ્‍ત થયા છે લગભગ એક હજારથી વઘુ અલગ અલગ સંપ્રદાયના અલગ અલગ અખાડાના સાઘુ સંતોના આગમનથી ભવનાથ ક્ષેત્રમાં ઘર્મમય વાતાવરણ જામશે.વધુમાં ગીરનાર ભવનાથ પંચદશનામ જૂના અખાડા ના 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજે જણાવ્યું હતું કે બે વર્ષ બાદ યોજાતા ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ ગણાતા શિવરાત્રીના મેળામાં ભાવિક ભક્તો પણ હર્ષોલ્લાસથી આવે અને આ મેળાનો લાભ લે…

મહાશિવરાત્રી મેળા દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે આ યાત્રિકો માટે જુનાગઢ એસટી વિભાગ દ્વારા તારીખ 25 થી બસ સ્ટેન્ડ ખાતે ભવનાથ જવા માટે 50 મીની બસ શરૂ કરવામાં આવશે જેનું ભાડું માત્ર 20 રૂપિયા રાખવામાં આવ્યું છે.આ ઉપરાંત આ મેળામાં અન્ય શહેરના લોકો આવી શકે તે માટે રાજકોટ મોરબી જામનગર દ્વારકા ખંભાળીયા જામ જોધપુર પોરબંદર સોમનાથ ઉના મહુવા ભાવનગર સહિતના અન્ય શહેરો તેમજ મહત્વના ધાર્મિક સ્થળોની જુનાગઢ વિભાગની 225 મોટી બસ તેમજ રાજકોટ જામનગર અમરેલી ભાવનગર વિભાગે 75 બસ મળી કુલ ૩૫૦ બસ દોડાવવામાં આવશે…..

મહા શિવરાત્રી મેળામાં અસામાજિક તત્વો પકડવા માટે પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અલગ અલગ જગ્યાએ મહત્વના પોઈન્ટ ઉપર રાવટી ઉભી કરવામાં આવી છે તેમજ ખિસ્સાકાતરુઓ અને મોબાઈલ ચોર મેળા દરમિયાન જેલમાં રહે તે માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે….ખિસ્સાકાતરૂ અથવા તો મોબાઈલ ચોર પકડાય અને જામીન પર છૂટી જતા હોય છે અને ફરીથી મેળામાં આવી ગુનો કરતાં હોય છે આ માટે જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા આવા તત્વોને પકડાયા બાદ સોલવન્સી જામીન રજૂ કરે ત્યારબાદ જ તેને જામીન ઉપર છોડવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે….

Related posts

સુરતમાં પાંડેસરા GIDC માં આવેલ રાણીસતી મિલમાં ભિષણ આગ લાગવાની ઘટનાં બની

samaysandeshnews

સુરત : બારડોલીની બાલદા પ્રાથમિક શાળા ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા યોજાઈ

samaysandeshnews

જામનગર: જિલ્લા કલેક્ટર શ્રી બી.એ.શાહે વિવિધ મતદાન કેન્દ્રોની મુલાકાત લઈ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કામગીરીની સમીક્ષા કરી

cradmin

Leave a Comment

error: Content is protected !!