જેતપુરના બાવાપીપળીયા ગામે બે દિવસ પહેલા ચંપાબેન નાનજીભાઇ માથાસુરીયા (ઉ.વ.૬૫) નામના દેવીપૂજક વૃધ્ધાને પુત્ર અનુ માથાસુરીયાએ માથામાં ધોકા ફટકારતાં ઇજા થતાં સારવાર માટે પ્રથમ જેતપુર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં વૃદ્ધાનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. પૌત્રને ચંપાબેને મોડી રાત સુધી ટીવી જોવાની ના પાડતાં પુત્ર અનુએ તેનું ઉપરાણુ લઇ માતા ચંપાબેનને માથામાં ધોકા ફટકારી દીધા હતાં. આ અંગે પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો . પરંતુહવે ચંપાબેનનું મોત થતાં હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.બે દિવસ પહેલા ચંપાબેન પર દિકરા અનુએ હુમલો કરતાં ગંભીર ઇજા થતાં તેમને જેતપુર, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિથી અમદાવાદ લઇ જતી વખતે રસ્તામાં મૃત્યુ થતાં પરત બાવાપીપળીયા લઇ જવાયા હતાં. ત્યાંથી ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ રાજકોટ ખસેડાયો છે.હત્યાનો ભોગ બનેલા ચંપાબેનને સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે . ચંપાબેનનો પૌત્ર મોડી રાત સુધી ટીવી જોતો હોઇ જેથી તેને દાદીએ ઠપકો આપતાં અનુએ પોતાના પુત્રનું ઉપરાણું લઇ માતા ચંપાબેન પર ધોકાવાળી કરી હતી. દરમિયાન ચંપાબેને દમ તોડી દેતાં પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે .