સુરતના પુણા વિસ્તારમાં રાજ્યના ATS અને સુરતની SOGની ટીમ દવારા પાડવામાં આવેલી દરોડાની કાર્યવાહીમાં 570 કિલોનો રક્ત ચંદનનાં લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રક્ત ચંદનનાં લાકડા સાથે બે વ્યક્તિઓની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ATS અને સુરત SOGની દરોડાની કાર્યવાહીમાં પોતાનાં જ ખેતર કે વાડીના ચંદનનાં ઝાડ કાપી વેચવા માટે જથ્થો સ્ટોર કરાયો હોવાનું સામે આવ્યું છે.આ ચંદનના જથ્થાને વેચાણ માટે લાવવામાં આવ્યું હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.દરોડા દરમિયાન પકડાયેલું લાકડુ ચંદનનું જ છે કે કેમ તે જાણવા માટે વન વિભાગના અધિકારીઓની મદદ પણ લેવામાં આવી છે. ડીસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફિસર પુનિત નૈય્યરએ જણાવ્યું હતું કે પુણા ગામમાંથી ટોટલ 23 નંગ ચંદનના લાકડાનો ૫૭૦કિલોમાલ જપ્ત કર્યો છે.
સુરત ખાતે આવેલી નવસારી કૃષિ યુનિવર્સીટીમાં ચંદનના સેમ્પલ મોકલવામાં આવશે હોવાનું જાણવા મળ્યું છે. સેમ્પલ વેરીફાય કર્યા બાદ તે ગ્રામ્ય વિસ્તારમાંથી કાપવામાં આવ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. જાણકારોના મત મુજબ રક્ત ચંદનમાં ઓઇલ કન્ટેન્ટ છે કે નહિ તે તપાસ બાદ બહાર આવશે, જો તેમાં ઓઇલ કન્ટેન્ટ ના હોય તો તેની કોઈ વેલ્યુ નથી અને તે અન્ય સામાન્ય લાકડા જેટલી જ વેલ્યુ ગણી શકાય અને જો તેમાં ઓઇલ કન્ટેન્ટ હશે તો તેની કિંમત જાણી શકાશે