Samay Sandesh News
ગુજરાતરાજકોટ

ભારતના ખેડૂતો ઉપર 18% જીએસટી છે જે ટેક્સ ફ્રી કરવામાં આવે તો ખેડૂતોને 18% ફાયદો થાય રાષ્ટ્રીય અધ્યક્ષ મનમોહન કલનત્રી

  • ધોરાજી ખાતે ઓલ ઈન્ડિયા એગ્રો ઇનપુટ  ડીલર એસોસિયેશનના નેશનલ પ્રેસિડન્ટ મનમોહન કલનત્રી ધોરાજી ખાતે મુલાકાત લીધી.

ધોરાજી ખાતે ઓલ ઈન્ડિયા એગ્રો ઇનપુટ  ડીલર એસોસિયેશનના નેશનલ પ્રેસિડન્ટ મનમોહન કલનત્રી ધોરાજી ખાતે  પેસ્ટીસાઈડ ના ડીલર તેમજ કિસાન સેવા સહકારી મંડળીના પ્રમુખ જે.ડી બાલધા ના નિવાસસ્થાન ખાતે મુલાકાત લીધી હતી.

ધોરાજી ખાતે ઓલ ઈન્ડિયા એગ્રો ઇનપુટ  ડીલર એસોસિયેશનના નેશનલ પ્રેસિડન્ટ મનમોહન કલનત્રી ધોરાજી ખાતે પેસ્ટીસાઈડ ના ડીલર તેમજ કિસાન સેવા સહકારી મંડળીના પ્રમુખ જે.ડી બાલધા ની મુલાકાતે આવેલા આ સમયે ધોરાજીના વરિષ્ઠ પત્રકાર કિશોરભાઈ રાઠોડ ને નેશનલ પ્રેસિડેન્ટ મનમોહન કલનત્રી એ મુલાકાત આપતાં જણાવેલ કે ભારતમાં 3.00.000 લાખ ફટીલાઈઝર ડીલરો છે પરંતુ ભારતના ડીલરો ઘણા બધા મુશ્કેલીઓ  સહન કરી રહ્યા છે.

એક બાજુ ભારત સરકાર ખેડૂતોની ચિંતા કરી રહી છે પરંતુ ફટીલાઈઝર દવા ઉપર 18% જીએસટી છે પેસ્ટીસાઈડ માં આટલું મોટું જીએસટી જે ખેડૂતોને નુકસાન કારક છે તેમજ માઈક્રો ન્યુટનસન ફર્ટિલાઇઝર માં 12% જી.એસ.ટી છે તે ખરેખર નાબૂદ કરવું જોઈએ ભારતના પ્રધાનમંત્રી આ બાબતે કૃષિ મંત્રાલયમાં સૂચના આપી તાત્કાલિક અસરથી તમામ ટેક્સ ફ્રી કરવામાં આવે તો ખરા અર્થમાં ખેડૂતોને મોટો લાભ થાય.

વધુમાં મનમોહન કલનત્રી એ જણાવેલ કે ભારત સરકારે 2018ની સાલમાં બીએસસી એગ્રી ડિગ્રી હોય તો જ ફર્ટિલાઈઝર્સ દવાની દુકાનો ના શોખ ખોલી શકે જે બાબતે ઓલ ઇન્ડિયા એગ્રો ઇનપુટ ડીલર એસોસીએશન ના માધ્યમથી ભારત સરકારને રજૂઆત કરી કે ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી ત્રણ લાખથી વધુ ડીલરો આ દેશમાં છે અને તેઓ જંતુનાશક દવા અને ફર્ટિલાઇઝર વેચી રહ્યા છે અને આ કાયદા હેઠળ દેશના ત્રણ લાખ ડીલરો રોજગાર ધંધા વગરના થઈ જશે જેથી ભારત સરકારે અમારા એસોસીએશનની વાતને ધ્યાનમાં રાખી અને માત્ર ૧૨ દિવસ નો કોષ ગવર્મેન્ટ જાહેર કરતા ડીલરો 12 દિવસનો કોર્સ કરસે  તેમને ફરીથી માન્યતા આપવામાં આવશે જે નિણર્ય ભારત સરકારે કરેલ છે તેને અમે આવકારીએ છીએ અને ભારતના ત્રણ લાખ લોકોને આ લાભ થયો હતો.

ખાતર ના રેટ બાબતે ડીલરોનું કમિશન આજે ઓછું છે તે બાબતે  મનમોહન કલનત્રી એ ભારત સરકાર સામે પ્રશ્ન ઉઠાવતાં જણાવ્યું કે આજથી વીસ વર્ષ પહેલા 400 રૂપિયા ની બેગ ખેડૂત ખરીદે તો ડીલરને 24 રૂપિયા કમિશન મળતું હતું આજે બે હજાર રૂપિયાની બેગ ખરીદે તો પણ 24 રૂપિયા જ કમિશન મળે છે જે ખરેખર અન્યાય રૂપ છે 20 વર્ષ પહેલાં જે કમિશન મળતું હતું તે આજે પણ એટલું જ મળે છે પરંતુ 20 વર્ષ પહેલા બેગ ની કિંમત 400 રૂપિયા કિંમત હતી અને આજે બે હજાર રૂપિયા કિંમત છે તો એ પ્રકારે સરકારે નિત્ય નિયમ પ્રમાણે 8% જે પ્રકારનાં માર્જિન હતું તે આજે પણ રેટ પ્રમાણે માર્જિન આપવું જોઈએ તે અમારી ભારત સરકારમાં માગણી છે.

આ સાથે તાજેતરમાં જ કિસાન મુદ્દે આંદોલન હતું તે વિશે પ્રશ્ન પૂછતા મનમોહન કલનત્રીએ જણાવેલ કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિસાનો માટે જે કાયદો બનાવ્યો હતો તે ખરેખર સારો હતો પરંતુ કિસાન આંદોલન માં રાજનીતિ દેખાઈ રહી હતી અને ભારત સરકારે એ આંદોલનના માધ્યમથી કાયદો ખેંચવો પડયો છે પરંતુ ખરા અર્થમાં ખેડૂતો માટે એ કાયદો ફાયદારૂપ હતો અમો ભારતના પ્રધાનમંત્રી નો આ બાબતે આવકારતાંની સાથે શુભેચ્છા પણ પાઠવી રહ્યા છીએ પરંતુ જે પ્રકારે કાયદો ખેંચવો પડ્યો છે તે યોગ્ય નથી થયું.

આ સાથે ધોરાજી ખાતે આવેલા ઓલ ઇન્ડિયા એગ્રો ઇનપુટ એસોસિએશનના નેશનલ પ્રેસિડેન્ટ મનમોહન કલનત્રી (ન્યુદિલ્હી) નું ધોરાજી કિસાન સેવા સહકારી મંડળીના પ્રમુખ જે.ડી બાલધા હાર્દિક બાલધા કિશોરભાઈ રાઠોડ વિગેરે સ્વાગત સાથે સન્માન કર્યું હતું અને નેશનલ પ્રેસિડેન્ટ ધોરાજી ખાતે પધારતા ધોરાજી નું ગૌરવ વધાર્યું

Related posts

AAP: જામનગરમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાનભાઈ ગઢવી નો રોડ શો રોડ શોમાં ટુવ્હીલ-ફોરવીલ વાહનો જોડાશે

samaysandeshnews

જામનગર શહેરમાં દુકાનોમાંથી રૂ.૧,૪૬,૦૦૦- સહીત અન્ય ચોરીઓ નો ભેદ ગણતરી ની કલાકમાં ઉકેલી-૧ પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જામનગર

samaysandeshnews

હળવદ પાલિકાના ચીફ ઓફિસર સાઈકલ લઇ કચેરીએ પહોચ્યા વૃક્ષારોપણ કરી ચાર્જ સંભાળ્યો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!