Samay Sandesh News
ગુજરાતરાજકોટ

ધોરાજી ના મોટી મારડ ના વૃદ્ધાશ્રમ માં મહિલા દિવસ એ સર્જાયા ભાવુક દ્ર્શ્યો

માવતર ની કિંમત માવતર થયા બાદ જ સમજાય…. વૃદ્ધાશ્રમ ના વૃદ્ધો

ધોરાજી તાલુકા પંચાયત ના મહિલા કર્મચારીઓ દ્વારા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો ને ભોજન કરાવી અને વૃક્ષો વાવવા ના સંકલ્પ સાથે મહિલા દિવસ ની ઉજવણી કરી.

  • પ્રકૃતિ અને પર્યાવરણ નું જતન કરવાના લીધા સંકલ્પ

8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ કહેવામાં આવે છે ધોરાજી તાલુકા પંચાયત ના મહિલા સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ મહિલા તલાટી ક્રમ મંત્રી દિવસ ની ઉજવણી ધોરાજી તાલુકા.ના મોટી માંરડ ગામ ખાતે નીલકંઠ મહાદેવ મંદિર ના પટાંગણ માં આવેલ વૃદ્ધાશ્રમ માં વૃદ્ધો સાથે ભોજન લઇ અને મહિલા દિવસ ની ઉજવણી કરેલ હતી અને આ તકે ધોરાજી ના તાલુકા વિકાસ અધિકારી જયશ્રી બેન દેસાઈ તાલુકા પંચાયત ના પ્રમુખ નીતા બેન ચાવડા મનીષા બેન રામ શર્મિલા બેન ચાવડા સહિત ના મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતા ના સંકલ્પ લીધા હતા.

આં તકે ધોરાજી ના તાલુકા વિકાસ અધિકારી જયશ્રી બેન દેસાઈ એ જણાવેલ હતું કે ભારત એક એવો દેશ છે કે જ્યાં નારી ને નારાયણી કહેવામાં આવે છે ત્યારે નારી શક્તિ એ દેશ માં ચાલી રહેલ સ્વચ્છ ભારત ના મિશન અને ખાસ કરી ને વૃક્ષો વાવવા નું સંકલ્પ કરવો જોઈ અને પ્રકૃતિ ને બચાવી જોઈ આં તકે ધોરાજી તલાટી મંડળ ના પ્રમુખ મનીષા બેન રામ એ પણ જણાવેલ હતું કે મહિલાઓ મહિલા દિવસ ની ઉજવણી અનોખી રીતે કરવી જોઈ મહિલા ને શક્તિ કહેવામાં આવે છે અને મહિલા આદિ અનાદી કાળ થી શિવ સાથે જોડાયેલ છે ત્યારે આજ નો આંતરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી નીલ કંઠ ધામ માં ભગવાન ના ધામ માં ભગવાન નું ભજન કીર્તન કરી અને કરી છે અને મહિલાઓ ને પર્યાવરણ ની જાળવણી માટે પણ સંકલ્પ લેવડાવ્યા છે આં તકે મોટી માંરડ ગામ ના સર પંચ શર્મિલા બેન ચાવડા એ જણાવેલ હતું કે મહિલા દિવસ નિયમિત મહિલાઓ ને સાથે રાખી અને વૃદ્ધાશ્રમ માં વૃધો સાથે મુલાકાત કરી છે અને તાલુકા પંચાયત ના પ્રમુખ નીતા બેન ચાવડા એ પણ પર્યાવરણ જાળવણી માટે મહિલાઓ ને આહવાન કર્યું હતું આં તકે આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દીવસની ઉજવણી કરી. જેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી જયશ્રીબેન દેસાઈ, તા.પં.પ્રમુખશ્રી નીતાબેન રસીકભાઈ ચાવડા , ધોરાજી તાલુકા તલાટી મંડળનાં પ્રમુખ મનિષાબેન રામ, મોટીમારડ સરપંચ શર્મીલાબેન ચાવડા, તથા ધોરાજી તા.પં.નાં સ્ટાફ તમામ શાખાનાં મહિલા કર્મચારી જેમાં મનરેગા શાખામાંથી વાસુબેન  કામળીયા, મીશન મંગલમ શાખામાંથી ગીતાબેન વડાલીયા, મૃદુલાબેન ગૌસ્વામી, વીણાબેન ગૌસ્વામી તથા તમામ તલાટી બહેનોએ હાજરી આપેલ હતી

Related posts

Election: મતગણતરી સ્થળ ખાતે પ્રવેશ, પાર્કીંગ અને મોબાઈલ ફોન લઈ જવા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

samaysandeshnews

ગરીબ કલ્યાણ મેળામાં બેન્કિંગ લાભાર્થીઓની સમીક્ષા બેઠક કરતા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ

samaysandeshnews

જેતપુર કોર્ટમાં કાચા કામના કેદીએ પોલીસમેનની ફ૨જમાં ક૨ી રૂકાવટ:ગુનો નોંધાયો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!