Samay Sandesh News
ગુજરાતસુરત

સુરતમાં સી આર પાટીલે 100 ટીબીનાં દર્દીઓને દત્તક લીધાં

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશને 2025 સુધીમાં ટીબી રોગથી નિર્મૂલન કરવા માટે આહવાન કર્યુ છે

સુરત સિવિલ હોસ્પિટલમાં ટીબીનાં 200 દર્દીઓને દત્તક લેવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર પાટીલે 100 ટીબીનાં દર્દીઓને દત્તક લીધા. બીજા દર્દીઓને NGO દ્વારા દત્તક લેવાયાં હતા.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ટીબીના દર્દીઓને સરકારની દરમહિને જે 500 રુપિયાની મદદ મળે છે તે સિવાયની સી આર પાટીલ અને NGO દ્વાર કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અલગ અલગ ડોક્ટર અને દાતાઓનાં સહકારથી આજે સુરત સિવિલ હોસ્પિટલમાં ટીબીનાં દર્દીઓને નવી કીટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે 100 દર્દીઓને દત્તક લીધા હતા. અને જણાવ્યું હતું કે પહેલા ટીબીના દર્દીઓ સાથે આભડછેટ રખાતી હતી. વધુમાં એમ પણ જણાવ્યું કે સુરતના 8 હજાર દર્દીઓને ટીબી મુક્ત કરીએ. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે દર્દીઓને નવી કીટ આપીને સરકારનો ટીબી નાબૂદીનો જે પ્રયાસ છે

તેમાં સહાયભૂત થવાનો સફળ પ્રયત્ન કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશને 2025 સુધીમાં ટીબી રોગથી નિર્મૂલન કરવા માટે આહવાન કર્યુ છે. તેમાં પણ કોરોનાની બીજી લહેર બાદ ટીબીના દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. મળતી માહિતી અનુસાર કોરોના સમયે દર અઠવાડિયે ટીબીનાં 1500 કેસ આવતાં હતા. ગત વર્ષે ગુજરાતમાં ટીબીના 1.20 લાખ કેસ નોંધાયાં હતા.

Related posts

ધોરાજી મામલતદાર અને વર્ગ 3 ના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

samaysandeshnews

સમી-બાસ્પા માર્ગ પર મોડી રાત્રે અજાણ્યા વાહન ચાલકની ટક્કરે બાઈક સવાર ત્રણ શખ્સોના ઘટના સ્થળેજ મોત

samaysandeshnews

Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ વિતરણ નો કાર્યક્રમ યોજાયો….

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!