લાલપુરમાં મુસ્લિમ એકતા મંચ દ્વારા ધોળકામાં થયેલ દુષ્કર્મનો ભોગ બનેલ પીડિતાને ન્યાય આપવા કરી માંગ
ધોળકામાં થયેલ દુષ્કર્મનો ભોગ બનનાર પીડીત અને તેના પરીવારને ન્યાય આપવા ખાસ એજન્સીને તપાસ આપવા મા આવે એમ રજુઆત કરવામાં આવી હતી
તા.૧૦–૩–૨૦૨૨ ના રોજ ધોળકા ખાતે ૧૫ વર્ષની સગીર બાળા પર સામુહિક દુષ્કર્મનો દુઃખદ બનાવ બનવા પામ્યો છે આ બનાવને અમો સખત શબ્દોમાં વખોડીએ છીએ સાથે ઉપરોકત મામલાની ગંભીરતાને ધ્યાને લઈ આ કેસની તપાસ ખાસ એજન્સીને તેમજ ઉચ્ચ મહિલા અધીકારીને સોંપવામાં આવે તથા સમ્રગ મામલે પીડીતનું નામદાર સુપ્રિમ કોર્ટની સૂચના મુજબ કલમ ૧૬૪ મુજબ નીવેદનના આધારે વધુ આરોપીઓના નામ નીકળે તો સત્વરે તેમની ધરપકડ કરી અને સ્પેશ્યલ કોર્ટમાં આ મામલાની સુનાવણી થાય તેમજ ગુજરાતની મજબુત કાયદો વ્યવસ્થાને દાગ લગાડતી ઘટનામાં આરોપીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લાલપુર મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી.
આતકે રફીક ભાઇ હાલેપોત્રા પૂર્વે ઉપ સરપંચ
રજાક ભાઇ શેખ મુસ્લિમ સમાજ પ્રમુખ તથા વગેરે અગ્રણી ઓ હાજર રહ્યા હતા.