Samay Sandesh News
ગુજરાતસુરત

સુરત સ્વચ્છ ક્યારે ?.. શહેરી જનો ક્યારે જાગૃત થશે ?… સફાઈ કામદારોની અણધડ કામગીરી

  • ઠેર ઠેર ગંદકીના ઢગલા: સુરત પહેલા ક્રમે આવે તેવી શક્યતા ધુંધળી

સુરત મ્યુનિ. સ્વચ્છતાં સર્વેક્ષણમાં અગ્રેસર રહેવા માટે અનેક પ્રયાસ કરી રહી છે. પરંતુ કેટલાક સુરતીઓનાં કારણે સુરત સ્વચ્છતાં સર્વેક્ષણમાં પહેલો ક્રમ લાવી શકી નથી. સુરત મ્યુનિ.એ ગંદકી અટકાવવા માટે કેટલાક સ્પોર્ટ પર દંડનીય કાર્યવાહી કરવા માટેની સુચનાં નાં બોર્ડ મુક્યા છે તે બોર્ડની નીચે જ કેટલાક લોકો કચરાનો ઢગ કરી રહ્યાં છે. લોકોની આવી હરકત સામે પાલિકા આકરા પગલાં ભરતું ન હોવાથી લોકો ગંદકી કરી રહ્યાં છે.સ્વચ્છતાં સર્વેક્ષણમાં સુરત પાલિકા થોડા વર્ષો પહેલાં ૧૪ માં ક્રમે ધકેલાઈ ગયું હતું. ત્યારબાદ સુરત પાલિકાના સફાઈ કામદાર, કર્મચારી અને અધિકારીઓ સાથે મોટા ભાગના સુરતીઓની મહેનતના કારણે સુરત સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજા ક્રમે આવી ગયું હતું. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત બીજા ક્રમે થી પહેલા ક્રમે આવવા માટે અનેક પ્રયાસ કરી રહી છે. પરંતુ કેટલાક સુરતીઓનાં કારણે સ્વચ્છતાં સર્વેક્ષણમાં સુરત પહેલા ક્રમે આવે તેવી શક્યતા ધુંધળી થઈ ગઈ છેસુરત મ્યુનિ. વિસ્તારમાં કેટલાક જગ્યાએ ગંદકીના ન્યુસન્સ પોઈન્ટ છે ત્યાં ગંદકી દુર કરવા માટે પાલિકાએ અહીં ગંદકી કરવામાં આવે તો પાલિકા ૫૦૦ રૂપિયાનો દંડ વસુલ કરશે તેવા બોર્ડ લગાવ્યાં છે.

આ બોર્ડ લગાવ્યાં બાદ પાલિકા ગંદકી કરનારાઓ સામે કોઈ પગલાં ભરતી નથી કે કોઈ દંડ વસુલ કરતી નથી. જેનાં કારણે લોકો બેખોફ બનીને જાહેર જગ્યાએ કચરાના ઢગ કરી રહ્યાં છે. પાલિકાએ ન્યુસન્સ વાળા વિસ્તારમાં બોર્ડ લગાવ્યાં છે તેની નીચે જ કચરો ફેંકી રહ્યાં છે.સુરત પાલિકાએ અનેક વિસ્તારમાં જ્યાં ગંદકી થઈ રહી છે ત્યારે આવા પ્રકારનાં ચેતવણી વાળા બોર્ડ મુક્યાં છે. પાલિકાએ બોર્ડ મુક્યાં છે તેની નીચે જ લોકો કચરો ફેંકી ન્યુસન્સ ફેલાવી રહ્યાં છે.. જોકે, પાલિકા બોર્ડ પર કચરો ફેંકનાર સામે ૫૦૦ રૂપિયાનો દંડ વસુલ કરવા માટેની સૂચના લખી છે પરંતુ હજી સુધી એક પણ વ્યક્તિ પાસે એક રૂપિયાનો પણ દંડ વસુલ કર્યો નથી. પાલિકાએ આવા બોર્ડ જ્યાં મુક્યાં છે તેવા અનેક બોર્ડ નીચે આવા પ્રકારનાં કચરાનાં ઢગ જોવાં મળી રહ્યાં છે. તેના કારણે સુરતમાં અનેક સ્પોર્ટ પર ગંદકી માં વધારો થઈ રહ્યો છે.જો પાલિકા તંત્ર આવાં ન્યુસન્સ ફેલાવનાર સામે કોઈ પગલાં નહીં ભરે તો સુરત સ્વચ્છતાં સર્વેક્ષણ બીજા ક્રમે થી પણ પાછળ ધકેલાઈ જાય તેવી શક્યતાં વધી રહી છે.

 

Related posts

સુરત નાં કાપોદ્રામાં લીવઈનમાં રહેતી નેપાળી મહિલાની ઘરમાં ઘુસી ગળું કાપીને ઘાતકી હત્યાં

samaysandeshnews

જેતપુર પંથકમાં પ્રદુષિત પાણીને નદીમાં ઠાલવતા ગેરકાયદે ચાલતા 15 ઘોલાઇ ઘાટને તોડી પડાયા

samaysandeshnews

કચ્છ : ગૌ-સંરક્ષણ અને સંવર્ધન સાથે ગાય આધારિત ખેતી ક્ષેત્રે સ્વામિનારાયણ સંપ્રદાયનું અનેરૂં યોગદાન છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

cradmin

Leave a Comment

error: Content is protected !!