- પીએસઆઈ કે.વી.પરમાર દરેક જ્ઞાતીના ધાર્મીક ઉત્સવોમાં ભાયચારાની ભાવના વિકસાવી
બીલખામાં દરેક જ્ઞાતીમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી સુલેહ,શાંતિ ભર્યા વર્તનથી કાયદો વ્યવસ્થા જાળવવા અને બાહોશ અધિકારી તરીકે ઓળખાતા.પીએસઆઈ કે.વી.પરમાર દરેક જ્ઞાતીના ધાર્મીક ઉત્સવોમાં ભાયચારાની ભાવના વિકસાવી છે . ગ્રામજનો
જુનાગઢ બીલખા પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઇ કે.વી.પરમારની માંગરોળ ખાતે બદલી થતાં જૂનાગઢ એસ.પી સાહેબ ને રજૂઆત કરી આવા ફરજ પ્રત્યે આગવી સુજ અને ભાઈ ચારાની ભાવના રાખનારા અધિકારીએ ગ્રામલોકોમાં ઍક ઉત્તમ સ્થાન પ્રાપ્ત કર્યું છેત્યારે ગ્રામલોકોએ જણાવ્યું હતુંકે સાત આઠ માસથી બીલખા પોલીસ સબ ઈન્સ્પેકટર શ્રી કે . વી.પરમાર સાહેબ ની નીમણુંક થયેલ છે તેમજ આવા જાંબાઝ બાહોશ અને કાર્યદક્ષ અધિકારીની નીમણુંક થતાં બીલખામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સંપુર્ણ કન્ટ્રોલ કરેલ અને બીલખામાં દરેક જ્ઞાતીમાઁ સુલેહભર્યું વર્તન કરેલ છે.પીએસઆઈ કે.વી.પરમાર દરેક જ્ઞાતીના ધાર્મીક ઉત્સવોમાં સારી એવી કામગીરી કરેલ અને મહોરમ , કૃષ્ણ જન્મોત્સવ તથા દીવાળી હોળી નવરાત્રી કે ઈદ કે અન્ય તમામ તહેવારોમાં પણ તમામ ગ્રામજનોની સાથે હળી મળીને કોઈપણ જાતના ભેદભાવ વગર કાયદો અને વ્યવસ્થા જાળવેલ છે
પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડઝ સ્ટાફ તથા જી આર .ડી . સભ્યોને સાથે રાખીને ચુસ્ત બંદોબસ્ત જાળવેલ. અત્યાર સુધીમાં સમગ્ર રીતે બીલખામાં છેલ્લા ધણાં સમયથી કર્મનિષ્ઠ અને ઉત્કૃષ્ઠ રીતે ફરજ બજાવેલ અને અનિષ્ઠ અને આવારા તત્વોને ભોંભીંત કરી દીધેલ. અને બીલખામાં ગામમાં સારી રીતે સુશાસન કરીને પ્રજાના દીલ જીતી લઈને નાનામાં નાના માણસથી માંડીને મોટા માણસોના પ્રત્યે પોતાની આગવી સજબુજથી ફ૨જ બજાવી અને પ્રજામાં પોતાની લોકપ્રીયતા વધારેલ છે તેમજ અન્ય ગુન્હાહીત કૃત્યો કરનારામાં પોતાની બાહોશ અધિકારી રીતે પોતાની ફરજ બજાવેલ.આવા કાર્યદક્ષ અને નિષ્ઠાવાન પોલીસ અધિકારી કે.વી. પરમારની આટલા ટુંકા ગાળામાં બદલી થતા સમસ્ત ગ્રામજનો ની માંગણી અને લાગણી હતી કે બદલી સત્વરે બંધ રાખીને બીલખામાં કે.વી. પરમાર સાહેબની પુનઃ નિયુકતી થાય બાહોશ પોલીસ સબ ઈન્સ્પેકટર કે.વી. પરમારની બદલી બંધ રાખી નિષ્ઠાવાન પીએસઆઇ ને ફરી બિલખામાં મુકવામાં આવે .