- સમાજ ભવન અર્થે સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા કાર્યક્રમના અંતે ૧૯.લાખ ઉપર દાનનું યોગદાન પણ મળ્યું હતું,
- રાજકીય આગેવાન સમાજ શ્રેષ્ઠીઓ સહિત સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત.
જીલ્લા અઘ્યક્ષ કિરીટ પટેલ , જેતપુર મતવિસ્તારના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા,પોરબંદરના સાંસદના પ્રતિનિધિ નૈમિષભાઈ ધડુક રહ્યા ખાસ ઊપસ્થિત.જૂનાગઢ તાલુકાના નવા પીપળીયા ગામ ખાતે શ્રી લેઉઆ પટેલ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ અને લેઉઆ પટેલ સેવા સમાજના નેજા હેઠળ સરપંચશ્રી વિપુલભાઈ સાવલીયાની આગેવાની હેઠળ સમાજ ભવનના નિર્માણ બિલ્ડીંગના ભૂમિપૂજન સિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો.
આ સિલાન્યાસ ભૂમિપૂજન પ્રસંગે જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ કિરીટભાઈ પટેલ, જેતપુર મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકના પુત્ર નૈમિષભાઈ ધડુક સહિત સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ ની શરૂઆતે વાજતે ગાજતે મહાનુભાવોના સામૈયા સાથે કરાયો હતો.આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના અઘ્યક્ષ કિરીટ પટેલ ,જેતપુર મતવિસ્તારના દારાસભ્ય જયેશભાઈ રાદડીયા, નૈમિષભાઈ ધડુક સહિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રજ્વલિત કરી ભુમિ પૂજન શાસ્ત્રોક્ત વિધિથી શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ માં કિરીટભાઈ પટેલ,જયેશભાઇ રાદડીયા, નૈમિષ ભાઈ ધડુક, સવજી ભાઈ સાવલિયા, હરેશભાઈ સાવલિયા, મગનભાઈ સાવલિયા, ઇશ્વરભાઇ ત્રાડા, ભવનભાઈ રંગાણી, જયંતીભાઈ વઘાસિયા, ચંદુભાઈ આસોદરીયા, કરસનભાઈ ગોંડલીયા, કરસનભાઈ વસ્તરપરા, કેશુ ભાઈ પાનસુરીયા, વિઠ્ઠલભાઈ ધડુક, જગદીશભાઈ હપાણી, રમેશભાઈ વસાણી, શંભુભાઈ સાવલિયા, મનુભાઈ સાવલિયા, સુરેશભાઈ ઝાલાવાડીયા, હરસુખ ભાઈ વઘાસિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમ વેળાએ સમાજના મહામૂલ્ય પ્રતિભાઓનું સન્માન કરાયું હતું, સમાજ ભવન નવનિર્માણ શિલાન્યાસ સમારોહ માં દાતાશ્રીઓ દ્વારા દાનની સરવાણી વહેવા લાગી હતી સમાજ ભવન અર્થે સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા કાર્યક્રમના અંતે ૧૯.લાખ ઉપર દાનનું યોગદાન પણ મળ્યું હતું.
એ વેળાએ દાતાશ્રીઓ તેમજ સમાજના આગેવાનો સાથે જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ દ્વારા મંચ પરથી પ્રેરણાદાયક ઉદબોધન આપ્યું હતું, સમગ્ર કાર્યક્રમ નું આયોજન નવા પીપળીયા ના સરપંચ વિપુલભાઇ સાવલિયાની રાહબરી હેઠળ રાજેશ ભાઈ સાવલિયા, રાજેશભાઈ સાકરીયા, ચંદુભાઈ સોજીત્રા, તિલક ભાઈ હિરપરા, કૌશિક ભાઈ સાકરીયા, ગીરીશ ભાઈ પટોળીયા, મેહુલ ભાઈ સાવલિયા, રમેશભાઈ ખૂંટ, અશોકભાઈ સાવલિયા, કાંતિલાલ સાવલિયા, પ્રદીપભાઈ સાકરીયા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું, કાર્યક્રમ નું સફળ સંચાલન જીગરભાઈ રાદડિયા, અને સમૂહ લગ્નના પ્રણેતા હરસુખભાઇ વઘાસીયાએ કર્યું હતું, કાર્યક્રમની પૂર્ણાહુતિ નાના પીપળીયા ના સરપંચ વિપુલભાઈ સાવલિયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોને સમાજ નિર્માણ માં યોગદાન આપવા બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.