વાલ્મિકી શિક્ષણ અભિયાન ની ટીમે સોરાઇનગર વાસણા, વિજય પુરબિયા ના આમંત્રણને માન આપી તેમના ઘરે ગયા,ત્યાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો .જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે વિજય પુરબીયા તરફથી શૈક્ષણિક કીટ (ગુડલક કીટ)આપવામાં આવી અને વિદ્યાર્થીઓને વાલ્મિકી શિક્ષણ અભિયાન પરિવારના સભ્યો નટવરભાઈ મકવાણા(શિક્ષક) અને હર્ષદભાઈ વાઘેલા (શિક્ષક)દ્વારા વિધાર્થીઓને પરીક્ષાલક્ષી શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું .
આ કાર્યક્રમનું વિજય પૂરબિયા અને પરિવાર તેમજ આસપાસના રહીશો એ તમામ વાલ્મીકિ શિક્ષણ અભિયાન ની ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.તે બદલ સમગ્ર ટીમ સોરાઈનગર ના રહીશોનો આભાર વ્યક્ત કરે છે.
આ કાર્યક્રમમાં ચીમનભાઈ સોલંકી દશરથભાઇ ડાહ્યાભાઈ વાઘેલા,મુકેશભાઇ વાઘેલા (ઈસરો),અતુલભાઇ સોલંકી, નટવરભાઈ મકવાણા (શિક્ષક),હર્ષદભાઇ વાઘેલા (શિક્ષક),હરીશભાઈ વાઘેલા (વસ્ત્રાલ ગામ),પ્રવીણભાઈ વાઘેલા,સુનિલભાઈ સાકરીયા,અરુણભાઈ પૂરબિયા અને જયંતી વાઘેલા હાજર રહ્યાં.