જેતપુર શહેર માં આવેલું પ્રાચિનમંદીર શ્રી નૃંસિંહ મંદિર દ્વારા સંચાલિત સૌરાષ્ટ્રની સૌથી વિશાળ શોભાયાત્રા શ્રી રામ જન્મોત્સવ શોભાયાત્રાની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.
આઝાદી પુર્વેથી જેતપુર શહેરમાં નીકળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા જેતપુર નગરમાંથી નીકળતી છે . જેનું પ્રસ્થાન શહેરનો ટીંબો નખાયો એટલે કે શહેરનું અસ્તિત્વ આવ્યું ત્યારનું પ્રથમ મંદિર એવું ભાદર નદી કાંઠે આવેલ શ્રી નૃસિંહજી મંદિર ખાતેથી નીકળે છે.
વર્ષોની પરંપરા મુજબ નીકળતી રથ યાત્રાની તૈયારીનાં ભાગરૂપે મદિરના મંહત કનૈયાનંદ બાપુના આગેવાની હેઠળ નીકળશે .
પરંપરા અનુસાર શ્રી રામજન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.જેની તડામાર તૈયારીઓ ગઇ કાલ રાતથી શરૂ કરાય છે. શહેરના મુખ્ય માર્ગો ધજા-પતાકા તેમજ રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે.ભાદર નદીના કાંઠે આવેલ નૃસિંહજી મંદિરના મહંતની નિશ્રામાં તમામ કાર્યકર્તાઓ દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આ વર્ષે નીકળતી શોભાયાત્રા મદીરના મહંત કનૈયાનંદ બાપુના વડપણ હેઠળ શ્રીરામ જન્મ મહોત્સવ સમિતિના બેનર હેઠળ મનોજભાઈ પારઘીના અધ્યક્ષ સ્થાનેથી આયોજનની જાહેરાત કરવામાં આવી હતી.
શોભયાત્રા પાંચ કિ.મી. લાંબી હશે જેમાં ધાર્મિક સંસ્થાઓ, ગરબી મંડળો દ્વારા ધાર્મિક ફલોટસ, ધુન મંડળી, ડીજે, ઘોડે સવારો, ઉંટસવારો પણ જોડાશે વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ભારત વિકાસ પરિષદ, એકતા એજ લક્ષ, હિન્દુ યુવા વાહિની, ગૌ રક્ષા દળ, અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદેદારો , ગણેશઉત્સવ સમિતિ, સનાતન ધર્મ પરિષદનાના અને કાર્યકર્તાઓ દ્વારા . તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ મિટિંગમાં મહંત દ્વારા જેતપુર શહેરના તમામ ધર્મપ્રેમી જનતાને શોભાયાત્રામાં પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
