ભલગામડામા શિક્ષકોની ટુર્નામેન્ટમાં નવ ટીમોએ બે દિવસો સુધી ધુંઆધાર બેટિંગ બોલીંગ કરી ફાઈનલમા માથક ઈલેવનને પછાડીને સાપકડા ઈલેવન વિજયી : જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે ટ્રોફી એનાયત
સમગ્ર દેશ દુનિયામાં હાલમાં ક્રિકેટ ફીવર ચાલી રહ્યો છે ત્યારે તાલુકાના ભલગામડામા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાની નવ ટીમોએ બે દીવસ સુધી ધુંઆધાર બલ્લેબાજી અને બોલીંગ કરી હતી અને ફાઈનલમાં રોમાંચક મેચમાં માથક ઈલેવનને પરાજિત કરીને સાપકડા ઈલેવન વિજેતા બન્યું હતું અને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે ટ્રોફી આપી ટીમને સન્માનિત કરવામાં આવી હતી.હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં તાલુકાની નવ ટીમે ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગરા,ધારાસભ્ય, ઘનશ્યામપુર સીટના જિલ્લા પંચાયતના સદસ્ય રવજીભાઈ દલવાડી,તાલુકાના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા,પંચાયતના સભ્ય ભરતભાઈ , રામેશભાઈ,ન્યાય સમિતિના ચેરમેન,સરપંચ તેમજ જીલ્લા સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ તેમજ મહામંત્રી દિનેશભાઇ સાથે નાયકપરા અને અન્ય હોદેદારો અને મંડળીના પ્રમુખ અનિલભાઈ પટેલ હાજર રહ્યા હતા.બીજા દિવસે ફાઇનલમાં સાપકડા ઇલેવન અને માથક ઇલેવન હતી જેમાં સાપકડા ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો ટુર્નામેન્ટ સમાપનમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા ,માથાક જિલ્લા પંચાયતના સદસ્ય મેરાભાઈ,તાલુકા પંચાયતના પ્રમુખ,સરપંચ અને નિલેશ વ્યાસે હાજરી આપી હતી.બે દિવસીય આયોજિત ટુર્નામેન્ટમાં રોમાંચક મેચો જોવા મળી જેમાં સેમી ફાઇનલમા સુપર ઓવરમાં માથક ઇલેવને કીડી ઇલેવનને પછાડી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન તાલુકા પ્રમુખ ધોળુભાઈ,મહામંત્રી ચતુરભાઈ પાટડિયા, હીરાભાઈ રાઠોડ,રાજ્ય કારોબારી હાર્દિકભાઈ,મિલનભાઈ,વિશાલભાઈ,અને વિવેકાનંદ યુવા ગ્રુપના તમામ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી અંતે સાપકડા ઈલેવનને સપકડા સીટના સભ્ય તરીકે ચંદુભાઈ સિહોરાના હાથે જ ટ્રોફી લઇ સન્માન મેળવ્યું હતું.