Samay Sandesh News
ગુજરાતજુનાગઢ

જૂનાગઢ શહેરની સરકારી કચેરીની ઇમારતોની દિવાલ પર ઉગ્યું ભાજપનું કમળ

શહેરની સરકારી કચેરીની ઇમારતોની દિવાલ પર ભાજપ ના કમળનું પેન્ટિંગ કરતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે અને આક્ષેપો કર્યા છે.

જૂનાગઢ શહેરમાં ભાજપે પ્રચાર માટે નવો કીમિયો શરૂ કર્યો છે અત્યાર સુધી મોટા મોટા હોર્ડિંગ્સ લગાવી પ્રચાર કરવામાં આવતો હતો પરંતુ જૂનાગઢની સરકારી કચેરીઓની દિવાલ ઉપર પણ ભાજપે પોતાનો પ્રચાર સરું કરતા વિવાદ છંછેડાયો છે, શહેરના બહુમાળી ભવનની રોડની સાઇડની દિવાલ, સરદારબાગ અંદર આવેલ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી ની દિવાલ સહિતની દીવાલો પર ભાજપનું કમળ અને સ્લોગન લખાયા હતા.આ બાબતે કોંગ્રેસ દ્વારા ભાજપ સામે આકરા પ્રહાર કરીને અધિકારી અને તંત્રને આ ભાજપ સરકાર દબાવે છે અને સત્તાનો દુરુપયોગ કરીને સરકારી ઈમારતો ની દીવાલો ચિત્રી નાંખી છે.તેવું ચર્ચાય રહ્યું છે તુરંત જ આ દિવાલો પરથી ભાજપ નું ચિત્ર હટાવી લેવા માંગ કરાઇ છે નહીંતર ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે…

ભાજપે સરકારી ઈમારતો ની દીવાલો પર ચિત્ર દોરી અને પ્રચાર શરૂ કર્યો છે, આ બાબતે જુનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કોંગ્રેસ આવું કરી નથી શકતી એટલે આક્ષેપો કરે છે… જ્યારે સરકારી કચેરીની દીવાલો પર ભાજપના સ્લોગન અને કમળ દોરાયુ હોય એ મારા ધ્યાનમાં નથી એમ કહી લૂલો બચાવ કર્યો હતો…ભાજપે સરકારી કચેરીની ઇમારતોની દીવાલોનો પ્રચાર માટે દુરપયોગ કર્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાને ઉતર્યું છે, આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે સરકારી કચેરીની દીવાલ પરથી ભાજપના સ્લોગન અને કમળ હતે છે કે નહીં??…

Related posts

જામનગર : જિલ્લા ક્ષય કેન્દ્ર જામનગર ખાતે ટીબીના દર્દીઓને વિનામૂલ્યે ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાયું

samaysandeshnews

કચ્છ : રામનવમી નિમિતે ભચાઉ ટાઉન વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગ કરી કુલ ૨૪ વાહનો ડીટેઇન કરી તથા એમ.વી.એક્ટ એન.સી મુજબ દંડ આપતી ભચાઉ પોલીસ

cradmin

જેતપુર શહેર તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ હોદ્દેદારોની વરણી કરવામાં આવી..

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!