જેતપુર ધોરાજી નેશનલ હાઈવે પેઢલા ચોકડી પાસે ટેન્કર બાઈક વચ્ચે અકસ્માત યુવકનુ મોત: અકસ્માત સર્જી ટેન્કર ચાલક ફરાર
જેતપુર તાલુકાના પેઢલા ગામના નેશનલ હાઇવે પર બાઈક અને સિમેન્ટ ભરેલ ટેન્કર સાથે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત.નીપજ્યું છે . જેતપુરના પેઢલા ગામ પાસે આવેલ કેન્દ્રીય વિદ્યાલય સામે પેઢલા ચોકડી પાસે પેઢલા ગામનો યુવાન હિતેશ રવજીભાઈ મકવાણા ( ઉ.વ ૩૫ ) બાઈક લઈને ચોકડી પરથી ગામ તરફ જઈ રહ્યો હતો
ત્યારે અચાનક સામેની સાઈડમાંથી આવતા સિમેન્ટ ભરેલ ટેન્કર સાથે અકસ્માત સર્જાતા હિતેશનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું આ અકસ્માત હાઇવે પરના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો આ ઘટના બનતાં ની સાથે જ ટેન્કર ચાલક ફરાર થયો હતો અને લોકોના ટોળા એકઠા થયા હતા યુવકનાં મૃતદેહને જેતપુરના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
તેમજ જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.ફરાર ટેન્કર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા .